મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાનાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કુલ ૮ ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં માળિયા તાલુકાની “માસ્ટર ઇલેવન” અને ટંકારા તાલુકાની “બેંગ બેંગ’ ટીમ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી.
જેમાં માળીયાની ટિમ વિજેતા જાહેર થઈ અને ટંકારની ટીમ રનર્સઅપ રહી હતી.ં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટમેન તરીકે રાહુલ બળાઈ, બેસ્ટ બોલર તરીકે નિતીન પટેલ, બેસ્ટ ફિલ્ડર તરીકે ભીખાભાઈ ભોરણિયાનું સન્માન કરાયું હતું. સાથે મોરબી જિલ્લા પંચાયતની ટીમ ૩૦મી સ્વ. બળવંતરાય મહેતા સિઝન બોલ ટુર્નામેન્ટ ૨૦૨૨, અમદાવાદ ખાતે યોજાઈ હતી.
તેમાં સેમી ફાઈનલ સુધી પહોંચી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું તે બદલ તેના કેપ્ટન લલિતભાઈ ગોહિલ તેમજ અન્ય તમામ ખેલાડીનું અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર મોરબીના શિક્ષિકા મિતલબેન કાંચરોલાનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, પ્રાથમિક શિક્ષણ નિયામક કચરીના શ્રેયાન અધિક્ષક પરેશભાઈ દલસાણીયા, મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દિનેશભાઈ હુંબલ, હસુભાઈ વરસડા અનિલ બદ્રકિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.