તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોવડી મૂંઝાયા:મોરબી પંચાયત, પાલિકાના મળી એક ડઝનથી વધુ દાવેદારો બહાર

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટીલની જાહેરાત બાદ હવે કોને ટિકિટ આપવી?
 • સિનિયર તેમજ પક્ષના હોદ્દા પર હોવા છતાં ઘણાએ દાવેદારી નોંધાવી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક આવતાની સાથે મોરબીમાં ઉમેદવારીને લઈ પક્ષોમાં સળવળાટ શરૂ થયો હતો. એક તરફ બન્ને પક્ષના નવ યુવાન કાર્યકરો પોતાની કારકિર્દી ચમકાવવા મથી રહ્યા છે તો બીજી તરફ જૂના જોગી પણ દબદબો કાયમી રાખવા મથી રહ્યા છે અને પક્ષમાં હજુ પણ મહત્વના પદ મળે તે માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા, એવામાં પાટીલે દાવેદારી કરનારા નેતાના અરમાન પર મોટી કાતર મારતો નિર્ણય જાહેર કર્યો હતો.અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતા, સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવાર હાલ પક્ષમાં તાલુકા, જિલ્લા નગરપાલિકા કે મહાનગર પાલિકા કક્ષાએ પ્રમુખ,ઉપપ્રમુખ, મહામંત્રી કે અન્ય કોઈ પણ પ્રકારનો હોદા ધરાવતી વ્યક્તિને ટિકિટ નહિ આપવામાં આવે અને જિલ્લા કક્ષાએથી આવા નામની દાવેદારી હોય તો તેવા નામ કાપીને જ પ્રદેશ કક્ષાએ નામ મોકલાશે અને પાર્લામેન્ટરી બોર્ડ આ શરતોને ધ્યાનમાં લઈ જ ઉમેદવારને ટિકિટ આપશે.

આથી પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન મુંઝવણમાં મુકાયા છે, કે કોની ઉમેદવારી કરવી અને કોની ટિકિટ કાપવી? જોકે હાલ પ્રાથમિક રીતે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાથી 10 જેટલા ઉમેદવાર, 5 જેટલા મોરબી તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી 2 થી 3 જેટલા હયાત હોદેદારોની ટિકિટ કપાઈ જશે તેવી શક્યતા સેવાઈ રહી છે.જો કે આગામી દિવસોમાં જ્યારે ફાઇનલ યાદી આવશે ત્યારે ખ્યાલ આવી જશે. જો કે નામનો ઉલ્લેખ કરવાનું આગેવાનોએ ટાળ્યું હતું અને કહ્યું હતું કે હજુ અમારે અમુક બાબતોની ખરાઇ બાકી છે, ત્યાર પછી જ નામો ફાયનલ થશે કે કોણ જાય છે અને કોણ આવે છે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો