સ્તુત્ય પગલું:મોરબી નર્મદા બાલઘર જિલ્લાની તમામ શાળાને આપશે થ્રી ડી પ્રિન્ટર

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જગાવવા સ્તુત્ય પગલું, 25 સેટ અર્પણ

શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રસ રુચિ જાગે અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી મોરબીમાં નર્મદા બાલઘર દ્વારા ડિલિવર્સ ડિજિટલ એજ્યુકેશન એટ કાર્યક્રમ યોજાયો હતો. સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં નર્મદા બાલઘર દ્વારા મોરબીની વિવિધ 25 શાળાઓને થ્રીડી પ્રિન્ટર અર્પણ કરવામાં આવ્યા હતા.આગામી સમયે મોરબીની દરેક શાળાઓને 3D પ્રિન્ટર આપવામાં આવશે. તેમજ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને થ્રી ડી પ્રિન્ટર, ડ્રોન, AI, VR જેવી ટેક્નોલોજીનું શિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NBGના સપોર્ટર તેમજ એડવાઈઝર એવા કિશોરભાઈ શુક્લ (સાર્થક વિદ્યામંદિર)ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.આ તકે IITE ના VC ડોક્ટર હર્ષદભાઇ પટેલ, HGVS યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ બળવંત જાની, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વીસી ડોક્ટર અનામિક શાહ, રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુરના VC પ્રોફેસર એસ.એસ.સાળંગદેવોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર મોરબીના સ્થાપક ભરતભાઈ મહેતાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...