મોરબી શહેરમાં વર્ષોથી સફાઈનો પ્રશ્ન લાંબા સમયથી શહેરીજનોને કનડી રહ્યો છે પાલિકામાં અનેક વાર કોન્ટ્રાક્ટરો શહેરની સફાઈ કરવા આવે અને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કેટલાક મહિના કામ કરે બાદમાં ધીમે ધીમે પોતાની કામગીરીમાં બેદરકારી દેખાડવાનું શરૂ કરે. શરૂઆતમાં છેવાડાના અને વાડી વિસ્તારમાં ડોર ટુ ડોર વાહનોના સફાઈના વાહન બંધ થાય બાદમાં અલગ અલગ વિસ્તારમાં પણ વાહનો ન આવતા હોવાની ફરિયાદ ઉઠે છે.
ડમ્પિંગ સાઇટ પર પણ કચરો ફેકવાના બદલે અન્ય જગ્યાએ ઠલવાય જાય એ સહિતની ફરિયાદો વધે, અંતે કોન્ટ્રકટ રદ થાય અને ફરી નવી એજન્સીને કોન્ટ્રકટ મળે મોરબી શહેરમાં લાંબા સમયથી આ પ્રકારે ફરિયાદ ઉઠતી રહે છે. અને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. હવે ફરી એકવાર પાલિકાએ નવી એજન્સીને ડોર ટુ ડોર કચરા નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
દરેક વોર્ડના નગરસેવકો મોનિટરિંગ કરી શકશે
હાલ ડોર ટુ ડોર વાહનો આવી રહ્યા છે તમામ વાહન મળી ગયા બાદ તેમાં જીપીએસ લગાવશે તેનું ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવશે અને ચૂંટાયેલો દરેક સભ્ય તેનું મોનીટરીંગ કરી શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે અને જો ડોર ટુ ડોર વાહન વિસ્તારમાં નહિ જાય તો તેમની ફરિયાદ કરી શકશે જેથી કરીને નગરસેવકને જો કોઇ પણ ફરિયાદ મળશે તો તે તાત્કાલીક એજન્સીને ફોરવર્ડ થઇ જશે અને તેનો ઉકેલ લાવવામાં આવશે.
ત્રણ તબક્કાનું આયોજન
મોરબી પાલિકા દ્વારા શહેરમાં એકઠા થતા કચરાના નિકાલ માટે ત્રણ પ્રકારની કામગીરીનું આયોજન કરાયું છે.જેમાં વોર્ડ વિસ્તારમાં રહેણાક મકાનમાંથી કચરા નિકાલ, મુખ્ય માર્ગો પર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી આ ડોર ટુ ડોર નિકાલની કામગીરી તેમજ અલગ અલગ સ્થળે કચરા કલેકશન સેન્ટર પરથી કચરો એકઠો કરી ડમપિંગ સાઇટ પર લઇ જવાની પ્રક્રિયા, એમ ત્રણ પ્રકારે કચરા કલેકશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પાલિકાએ DWC નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમના પર પાલિકા વાર્ષિક 5 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
એજન્સીની પોતાના વાહનો લાવવા તેમજ હાલ જે વાહનો ઉપલબ્ધ છે તે બન્ને વાહનોથી શહેરમાં સફાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નવી એજન્સીના પોતાના 12 જેટલા નાના મોટા વાહનો પણ આવી ગયા છે. જ્યારે બાકીના વાહન આગામી સમયમાં લાવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ વાહનો વિવિધ વિસ્તારમાં જાય તે માટે દરેક વાહનોમાં જીપીએસ પણ લગાવશે તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.