તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi Municipality Says Waterlogging Should Not Be Allowed In Monsoon, If Premonsoon Operations Continue Like This, It Will Be Flooded

પ્રીમોન્સૂન કામગીરી:મોરબી પાલિકા કહે છે કે ચોમાસામાં જળબંબાકાર નહીં થવા દઇએ, પ્રીમોન્સૂન કામગીરી જો આમ જ ચાલી તો પાણી ભરાશે જ એ નક્કી

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વરસાદમાં જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે તે જગ્યાઓની દિવ્ય ભાસ્કરે યાદી આપી પાલિકાના અધિકારીઓ પાસે માગ્યો જવાબ

મોરબીમાં છેલ્લા કેટલાક વર્ષથી કોંગ્રેસનું શાસન હોવાથી શહેરમાં વિકાસ કામગીરી અટકી હોવાનો અને આગામી દિવસોમાં ભાજપ દ્વારા વિકાસ કામગીરી કરી લોકોની સુવિધાઓમાં વધારો કરશે તેવા વચનો આપવામાં આવ્યા હતા અને હાલ ચોમાસા પૂર્વે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે વરસાદી પાણીના નિકાલ કરવામાં આવશે તેવા મોટા દાવાઓ સાથે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી છે.

હાલ અલગ અલગ વિસ્તારમાં ભુગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાળના રસ્તા પર સફાઈ કરવામાં આવી રહી છે. જો કે આ કામગીરી હાલ એટલી ધીમી ગતિએ ચાલી રહી છે કે આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થવાની સંભાવના ખૂબ ઓછી છે.

આથી દિવ્ય ભાસ્કરે મોરબી શહેરમાં જ્યાં સૌથી વધારે પાણી ભરાઇ જાય છે તેવા વિસ્તારો અને જગ્યાની યાદી પાલિકાના અધિકારીઓને આપી અહીં આ વખતે પાણી ભરાશે તો શું આયોજન છે તેના જવાબ માગ્યા હતા.

વોકળા અને બુરાણો પર સફાઇ શરૂ
મોરબીમાં 23 મેથી પ્રિમોન્સુન કામગીરી ચાલુ છે. જે અંદાજે 22 જૂન સુધી ચાલશે. અનેક વિસ્તારોમાં નવા પાઈપ નાખ્યા છે. ભૂગર્ભ ગટરો ચોખ્ખી કરાઈ રહી છે અને ખાસ આ પાણીનો જ્યાં નિકાલ છે તેવા 26 નાના-મોટા વોંકળા પરના દબાણો કે બુરાણો દૂર કરી તેની સફાઈ કરીને ખુલ્લા કરવામાં આવ્યા છે > ગીરીશ સરૈયા , ચીફ ઓફિસર, મોરબી પાલિકા

એક્શન પ્લાન: શહેરની આ 7 મુખ્ય જગ્યા પર વરસાદી પાણીના નિકાલની આ હશે વ્યવસ્થા

અવની ચોકડી : આ વિસ્તારમાં 3 થી સાડા 3 ફૂટ પાણી માત્ર 5 ઇંચ વરસાદમાં ભરાઈ જાય છે. કેનાલ રોડ પરના આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. ત્યારે આ વર્ષે અવની ચોકડીથી હિરાસર રોડના નાલા સુધી મોટા પાઈપો નાખવાનું કામ ચાલુ છે. જે 4 દિવસમાં પૂરી થશે.

છાત્રાલય રોડ : મોરબીના કન્યા છાત્રાલયમાં 5000 જેટલી વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. પરંતુ વરસાદ બાદ પણ આ રોડ પર દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે. આ પાણીના નિકાલ માટેની ભૂગર્ભ લાઈનની તથા જ્યાં પાણી નીકળે તે વોંકળાની સફાઈ કરી નાખવામાં આવી છે.

વાવડી રોડ : આ રોડ પર 40 થી વધુ ઇમારતો આવેલી છે. પરંતુ માધાપરથી વાવડી રોડ પર ખૂબ જ પાણી ભરાતું હોય છે. જેમાં ગટરનું પાણી પણ ભળતું હોય છે. આ વખતે આસ્વાદ પાનથી ધુતારી સુધી નવા પાઈપો નાખવામાં આવ્યા છે.

સરદાર બાગ પાસે : શનાળા રોડ પર સરદાર બાગ તથા પેટ્રોલ પંપ પાસે પાણી ભરાય છે. શહેરનો આ મુખ્ય રોડ છે. લાતી પ્લોટમાંથી થઈને પંચાસર રોડ પર પાણીનો નિકાલ કરાશે. જે માટેનું ડિમોલિશન થયું છે. બીજું કામ હવે શરૂ થશે.

સો ઓરડી : મોરબીના સામા કાંઠે આવેલા આ વિસ્તારના મુખ્ય રોડ પર 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. આ જ રોડ પર કલેકટર કચેરી, એસ.પી. ઓફિસ અને જિલ્લા પંચાયત ભવન આવેલા છે. પાણી ના ભરાય તે માટે વોંકળા સાફ કર્યા અને નવા પાઈપ નાખવાનું કામ ચાલુ છે.

કુબેર નગર : વાવડી રોડ તથા નવસારી રોડ વચ્ચે આવેલા આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે. ત્યાં આસપાસમાં 22થી વધુ સોસાયટીઓ આવેલી છે. હાલમાં આ પાણીના નિકાલ માટે નવા પાઈપો નખાશે. જે કામ 15 દિવસમાં પૂરું થશે.

આલાપ રોડ : વિજયનગરથી આલાપ રોડ પર ત્રણ ફૂટ પાણી ભરાઈ જતું હોય છે. જેમાં કેટલીક સોસાયટીમાં તો ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે. આ વિસ્તારમાં 8000 થી વધુ લોકો રહે છે. આ સમસ્યા ઉકેલવા બે દિવસમાં પાઈપો નાખવાની કામગીરી શરૂ થશે. જે 10 દિવસ ચાલશે.​​​​

અન્ય સમાચારો પણ છે...