મોરબી પાલિકા-પંચાયત રિઝલ્ટ:મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત, 3 નગરપાલિકામાં 2માં ભાજપ અને 1માં કોંગ્રેસનો વિજય, પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

મોરબીએક વર્ષ પહેલા
  • મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાંથી 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 22 બેઠક મળી હતી

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઇ છે. જ્યારે 3 નગરપાલિકામાં 2માં ભાજપ અને 1માં કોંગ્રેસની જીત થઇ છે. 5 તાલુકા પંચાયતમાં તમામમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના ગઢ ગણાતા મોરબી જિલ્લામાં ભાજપના વિજયથી ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

માળિયા નગરપાલિકામાં કોંગ્રેસે 24માંથી 24 બેઠક મેળવી સત્તા હાંસલ કરી
મોરબીની આમરણ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસને સરખા મત મળતા ચિઠ્ઠી ઉપાડતા ભાજપના ઉમેદવારની જીત થઇ છે. માળિયા નગરપાલિકામાં કોંગ્રેસે 24માંથી 24 બેઠક મેળવી સત્તા હાંસલ કરી છે. વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકમાંથી 24 કોંગ્રેસ અને 4 બેઠક બસપાએ મેળવી છે.

2015 રિઝલ્ટ
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાંથી 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 22 બેઠક મળી હતી. મોરબી નગરપાલિકામાં 2015માં 52 બેઠકમાંથી 19 ભાજપને અને 32 બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે વાંકાનેર નગરપાલિકામાં 2015માં 28 બેઠકમાંથી 22 બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળી હતી. મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં 2015માં 102 બેઠકમાંથી 21 બેઠક ભાજપ, 75 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અન્યને મળી હતી.