કપાસની આવક:મોરબી માર્કેટિંગ યાર્ડમાં નવી જણસની આવક વધી, સપ્તાહમાં 9370 ક્વિન્ટલ કપાસ ઠલવાયો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરસેવો પાડીને ઉગાડેલા કપાસથી યાર્ડ ઉભરાયું. - Divya Bhaskar
પરસેવો પાડીને ઉગાડેલા કપાસથી યાર્ડ ઉભરાયું.
  • કિસાનો સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરે તેવી રાહમાં, દિવાળી પછી ચિત્ર બદલશે
  • એક ક્વિન્ટલના 995થી 1700 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં કહીં ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો

મોરબીની યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી કપાસની સારી એવી આવક શરૂ થઈ છે. એક સપ્તાહમાં યાર્ડમાં 9370 ક્વિન્ટલ કપાસ ઠલવાઈ ગયો છે. તેમજ આગામી દિવસોમાં પણ વધુ આવક થવાની શક્યતા છે. હાલ ખેડૂતોને એક મણના 995થી લઈ 1700 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. કેમકે જેમને સિંચાઇનું પાણી સમયસર મળી ગયું તેમના કપાસની ગુણવત્તા સારી રહી છે જ્યારે અન્યોનો કપાસ નબળો જોવા મળ્યો છે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની કૃપા સારી નરસી એમ બન્ને પ્રકારની જોવા મળી હતી.કારણ કે ગત વર્ષે જે રીતે ભારે વરસાદ થયો તેનાથી અનેક ગામના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. જો કે ચાલુ વર્ષે તેવો પાક ધોવાયો નથી જે સારી વાત રહી પરંતુ સીઝન દરમિયાન વરસાદની અનિયમિતતાના કારણે સિંચાઇનું પાણી પૂરતું ન મળતા અથવા મોડું મળતા પાકના વિકાસને અસર પડી હતી, જેના કારણે ઉત્પાદનને અસર થવાની સંભાવના પણ છે. ચોમાસાની વિદાયની સાથે સાથે હવે ચોમાસુ પાક તૈયાર થઇ ગયો છે. અને હવે યાર્ડમાં ઠલાવવાનું શરૂ થઈ ગયું છે.

હાલ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા હોવાથી ધીમી ગતિએ આવક થઇ રહી છે. એક સપ્તાહ દરમિયાન મોરબી માર્કેટીંગ યાર્ડમાં અલગ અલગ 9370 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી. યાર્ડ સીઝનના સૌથી વધુ કપાસ શનિવારે થયું હતું શનિવારે મોરબી યાર્ડમાં 1985 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.તો અગાઉ તારીખ 14ના રોજ 1600 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.

બીજી તરફ કપાસમાં આજે કપાસના ભાવ પણ ઉચ્ચ રહ્યા હતા. આજે મોરબી યાર્ડમાં 20 કિલો દીઠ 1000થી લઈ 1700 જેટલો ભાવ બોલાયો હતો.મોરબી યાર્ડમાં સપ્તાહ દરમિયાન 995થી લઈ 1700 સુધી કપાસના ભાવ મળ્યા છે.સારી ગુણવત્તાના કપાસના 1700 સુધી ભાવ મળ્યા હતા તો ઘણા ખેડૂતોને ગુણવત્તા બરાબર ન હોવાથી ભાવ ઓછા મળ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ કપાસની વધશે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ચાલુ સપ્તાહમાં થયેલી કપાસની આવક

તારીખઆવક ક્વિન્ટલ

પ્રતિ 20 કિલો (રૂપિયા)

ઓછો ભાવવધુ ભાવ
11124210301534
12127510001608
13137210011529
14160010001516
1511769951635
16198510001700

આવક ક્વિન્ટલ અને ભાવ રૂપિયામાં આપ્યા છે

અન્ય જણસીની આવક દિવાળી પછી વધશે

ખાસ કરીને દિવાળીના તહેવારની રજા બાદ આવકમાં મોટા પાયે વધારો થશે તેવી સંભાવના વધી છે.જો કે બીજી જણસ જેવી કે ઘઉં ,મગફળી,જેવી જણસની આવક હજુ થઈ નથી. મગફળી પાક માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેની રાહ જોઈ રહ્યા છે. સરકાર જ્યારથી મગફળીની ખરીદી શરૂ કરશે ત્યાર બાદ યાર્ડમાં તેની આવક થશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...