તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની રેલમછેલ:મોરબી એલસીબીએ 126 બોટલ દારૂ સહિત રૂા.4.52 લાખની મતા સાથે બેને ઝબ્બે કર્યા

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબી એલસીબીએ પરશોતમ ચોકમાં પાર્ક કરેલ અને દરીયાલાલ પ્લાઝામાંથી મળી 126 બોટલ દારૂ સહિત રૂા.4.52 લાખની મતા સાથે બે ને દબોચ્યા - Divya Bhaskar
મોરબી એલસીબીએ પરશોતમ ચોકમાં પાર્ક કરેલ અને દરીયાલાલ પ્લાઝામાંથી મળી 126 બોટલ દારૂ સહિત રૂા.4.52 લાખની મતા સાથે બે ને દબોચ્યા
 • મોરબી પરષોત્તક પાર્ક અને દરિયાલાલ પ્લાઝામાંથી મળી રૂ. 4.52 લાખના મુદામાલ સાથે ઇંગ્લીશ દારૂની 126 બોટલ ઝડપાઇ

મોરબી એલસીબીએ પરશોતમ ચોકમાં પાર્ક કરેલ અને દરીયાલાલ પ્લાઝામાંથી મળી 126 બોટલ દારૂ સહિત રૂા.4.52 લાખની મતા સાથે બે ને દબોચ્યા​​​​​​​

મોરબી એલસીબી સ્ટાફના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે શહેરના પરસોતમ ચોક વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી કારમાંથી પોલીસને વિદેશી દારૂની 96 બોટલ મળી આવી હતી તેમજ દારૂ આપનાર ઇસમના ભોગવટાના સ્થળે પણ રેડ કરવામાં આવતા ત્યાંથી વધુ 30 બોટલ દારૂ મળી આવતા પોલીસે કુલ 126 બોટલ દારૂ તેમજ કાર સાથે કુલ 4.52 લાખની મતા સાથે હાલમાં બે ઇસમોની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી જીલ્લામાં દારૂબંધીનું કડકપણે અમલ થાય તેવી એસપી એસ.આર.ઓડેદરાએ સુચના કરેલ હોય એલસીબી સ્ટાફના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળી હતી કે મોરબીના પરશોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા પાસે રહેતા બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાએ પોતાની ગ્રે કલરની આઇ-20 કાર નંબર GJ 6 EQ 5939 પરશોતમ ચોકમાં પાર્ક કરેલ છે જે કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે અને બુટલેગર પોતાના ઘરે હાજર છે. તેથી પરશોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા પાસે આવતા હકીકતવાળી કાર પાર્ક કરેલ હોય જેથી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાને તેના રહેણાંક મકાનેથી બોલાવી ગાડી ખોલાવી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની જોનીવોકર રેડ લેબલ સ્કોચ વ્હીસ્કીની 96 બોટલો કીંમત રૂા.192000 તથા આઇ-20 કાર કિંમત રૂા. બે લાખ મળી કુલ 392000 ના મુદામાલ સાથે બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.મોરબી દાઉદી પ્લોટ પરશોતમ ચોકની ધરપકડ કરવામાં આવી હતી અને એ ડિવિજનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેની આગવી ઢબે પુછપરછ કરાતા તેણે પોલીસને જણાવ્ય હતુ કે દારૂનો આ જથ્થો તેણે રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા રહે.મોરબી-2 સામાકાંઠે ગુ.હા.બોર્ડ રામેશ્વર મંદીર સામે પાસેથી મળવેલ છે તેથી એલસીબીની બીજી ટીમે તાત્કાલીક દારૂ મોકલનાર રાજદિપસિંહ સરવૈયાના કબજા ભોગવટા વાળા દરીયાલાલ પ્લાઝાની બાજુમાં નટરાજ વોટર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીમાં બુટલેગર રાજદિપસિંહ

સરવૈયાને સાથે રાખી રેઇડ કરતા ત્યાંથી પોલીસને અંગ્રેજી દારૂ સ્કોચ વ્હીસ્કીની વધુ 30 બોટલો કિંમત રૂા.60000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો જે અંગે સીટી બી ડિવિજન પોલીસ મથક ખાતે રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા દરબાર (30) રહે.મોરબી-2 સામાકાંઠે ગુ.હા.બોર્ડ રામેશ્વર મંદીર સામે વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.એક જ રાતમાં બે જગ્યાએ રેડ કપીને 126 બોટલ દારૂ તેમજ કાર મળીને રૂા.452000ના મુદામાલ સાથે બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા અને રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયાની અટકાયતો કરીને આગળની કડીઓ મેળવવા તજવીજ શરૂ કરાયેલ છે.એલસીબીના સંજયકુમાર પટેલ, ચંદુભાઇ કાણોતરા, નીરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, દિલીપભાઇ ચૌધરી, દશરથસિંહ ચાવડા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો