તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે તંત્ર ઘૂંટણિયે:મોરબી આરોગ્ય તંત્રે 24 કલાકમાં 19 કેસ જાહેર કર્યા, સાત ખાનગી હોસ્પિટલમાં છે કોરોના પોઝિટિવ 208

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 પૈકી 7 ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનો આંક ભાસ્કરે મેળવ્યો તો એ 200થી પણ ઉપર !

મોરબીમાં કોરોના ભયંકર ગતિએ વધી રહ્યો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સંખ્યા હરણફાળ ભરી રહી છે.. જેની સામે જિલ્લા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ સાવ વામણું પુરવાર થઈ રહ્યું છે. કોરોનાની વધતી સંખ્યાને અટકાવવા તંત્ર ભારે દોડધામ કરી રહ્યું છે. પરંતુ કોરોના સામે તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે.

મોરબી જિલ્લામાં કુલ 74 હેલ્થ સેન્ટર છે. જેમાંથી ગુરુવારે માત્ર ત્રણ જ કેન્દ્રો પર 150થી વધુ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 13 કેસ પોઝિટિવ જાહેર કરાયા હતા. રાજ્ય સરકારના ખૂબ દબાણ નીચે આરોગ્ય વિભાગની આ નીતિ શુક્રવારે પણ ચાલી રહી હતી. જેમાં શુક્રવારે આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 19 કેસ કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. જેની સામે શહેરની 20માંથી માત્ર 7 જનરલ હોસ્પિટલમાં 208થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ બાબતે આરોગ્ય વિભાગ સેકન્ડ સ્ટેઇન વધુ નુકસાનકારક ન હોવાનો રાગ આલાપી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જિલ્લાના જે ગામોમાં વધારે સંખ્યા આવી છે તે ગામોમાં સરપંચો તથા ગામના આગેવાનોને ચૂંટાયેલા સદસ્યો તથા રાજકીય આગેવાનો દ્વારા સમજાવીને આંકડો જાહેર ન કરવા વિનવવામાં આવી રહ્યા છે.

આ સમજદારી નથી ,ભીડની ભૂલ ભારે પડી શકે

નેતાઓ ચૂંટણી વખતે જાહેર સભા, સરઘસો ગજાવીને જતા રહ્યા અને તેના મીઠાં(!) કે માઠાં ફળ કોરોના સંક્રમણમાં અતિશય વધારા સાથે પ્રજા ભોગવી જ રહી છે. મોરબીના નગરચોકમાં જે રીતે ભીડ એકઠી થઇને ખરીદી કરી રહી છે તે કોઇ પણ કાળે સમજદારી કહી ન જ શકાય. તંત્ર કંઇ પગલાં ભરે કે ન ભરે, અત્યારે તો સમજણ જ કોરોનાથી બચાવી શકે તેવી અનિવાર્યતા છે.

ત્રણ દિવસમાં કુલ આંક 2000થી વધુ
મોરબીમાં 20થી વધુ જનરલ હોસ્પિટલ આવેલી છે. જેમાંથી દિવ્યભાસ્કર ટીમ દ્વારા મંગલમ, ક્રિષ્ના, શ્યામ, નકલંક, ગોકુલ, શુભ તથા ડો. હડીયલ હોસ્પિટલમાંથી શુક્રવારના આંકડા મેળવાયા હતા. જે અનુક્રમે 15, 15, 80, 40, 25, 35 તથા 8 આવેલા છે. આ સિવાય સરકારી આરોગ્ય કેન્દ્રના આંકડા અલગ છે. એક ખાનગી માહિતી મુજબ મોરબીમાં 3 દિવસમાં પોઝિટિવની સંખ્યા 2000થી વધુ છે.

રસીકરણની ગણતરી, કોરોનાની નહીં
જિલ્લા આરોગ્ય વિભાગ ખાનગી હોસ્પિટલોમાંથી આવતા આંકડાઓ બાબતે હંમેશા બહાનાઓ રજૂ કરે છે. પરંતુ આ જ આરોગ્ય વિભાગ પોતાની સારી કામગીરી દર્શાવવા માટે રસીકરણના આંકડાઓ તમામ જગ્યાએથી મેળવીને જાહેર કરે છે. ત્યારે જો વેક્સિનેશનના આંકડાઓ નિયમિત મળતા હોય તો પોઝિટિવ કેસોના આંકડા કેમ ના મળે ?

ચાર નગરસેવક સંક્રમિત
​​​​​​​પાલિકાના 4 ભાજપના કાઉન્સીલર કોરોનાની ઝપટે ચડી ગયા છે. વોર્ડ નં. 10, 11 તથા 12ના ચાર નગરસેવકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ડેપ્યુટી ડીડીઓ તથા કોવીડ માટે જવાબદાર ઇએમઓ ડો. વારેવડીયા પણ કોરોનાનો ભોગ બન્યા છે.

ત્રણ શિક્ષક પોઝિટિવ
​​​​​​​બંધુનગર ગામમાં પાંચ દિવસમાં ૪૦ થી વધુ કેસ નોંધાયા છે જેમાં પ્રાથમિક શાળાના છમાંથી ત્રણ શિક્ષકો પણ પોઝિટિવ આવ્યા છે, જ્યારે એક શિક્ષિકાને લક્ષણો દેખાતા ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. બાળકોને જોખમમાં મૂકવા કેટલા યોગ્ય છે ?

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો