તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:મોરબીમાં રસ્તા પર ત્રણ વર્ષથી પડેલા ખાડા બૂરવાનો તંત્ર પાસે સમય નથી

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓની પાલિકા કચેરીએ રજૂઆત, ઉપપ્રમુખની સપ્તાહમાં સમસ્યા ઉકેલવા ખાતરી

મોરબીના ચિત્રકૂટ સિનેમાથી કબ્રસ્તાન સુધીના રોડની હાલત અત્યંત બિસમાર છે. આ રોડ પર અનેક નાના મોટા ખાડાઓ અને એક મોટો ખાડો છે જેના કારણે રાહદારીઓ તથા વેપારીઓને ખૂબ તકલીફ પડે છે. ત્રણ વર્ષથી આ રોડનું સમારકામ ન થતાં કંટાળેલા વેપારીઓએ આજે પાલિકા કચેરી ખાતે મોરચો માંડયો હતો અને આ ખાડાઓ વહેલી તકે બૂરી દઇને ત્રણ વર્ષથી ભોગવવી પડી રહેલી હાલાકીમાંથી મુક્તિ અપાવવા માગણી કરી હતી. વેપારીઓએ આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે ચિત્રકૂટ સિનેમા વાળા રોડ પર ઓમ કોમ્પલેક્ષ સામે મોટો ખાડો રહેલો છે. પાણીના વાલ્વના આ ખાડામાંથી પાણી લીકેજ થતું હોવાથી ખાડો સતત પાણીથી ભરાયેલો રહે છે.

આ રોડ પર નાના મોટા અનેક વાહનો પસાર થાય છે, અને ખાડાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. આ પાણીના ભરાવાના કારણે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે. જેથી ત્યાં ધંધો-રોજગાર કરતા વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા યથાવત છે. આ અંગે નગરપાલિકા તથા કલેકટરને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ વેપારીઓને શાંતિથી સાંભળી એક અઠવાડિયામાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી

અન્ય સમાચારો પણ છે...