તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધામાં વધારો:મોરબીમાં રોજ 1.44 લાખ લિટર ઓક્સિજન ઉત્પન્ન થઇ શકે તેવો આધુનિક પ્લાન્ટ તૈયાર

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર, વારંવાર બોટલ બદલાવાની ઝંઝટમાંથી મુક્તિ - Divya Bhaskar
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર, વારંવાર બોટલ બદલાવાની ઝંઝટમાંથી મુક્તિ
  • હવે દર્દીઓને ઓક્સિજન માટેની રઝળપાટ ભૂતકાળ બનશે
  • દર અેક કલાકે 6000 લિટર ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવે છે

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે જે રીતે બેડ ઓક્સિજન માટે દર્દીઓની રઝળપાટ થઈ હતી તે ભૂતકાળમાં ક્યારેય જોવા મળી ન હતી. મોરબી સિવિલ હોસ્પિટલ હોય ખાનગી હોસ્પિટલ કે પછી કોવિડ સેન્ટર ઠેર ઠેર ઓક્સિજન સિલિન્ડરની અત્યંત તંગી ઉભી થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તો રાજકોટમાંથી ઓક્સિજન લાવવો પડતો હતો હોવાથી મોરબી સિવિલ રાજકોટ જિલ્લા પર નિર્ભર રહેતી હતી.સમયસર દર્દીઓને ગેસ ન મળતા ભારે રઝળપાટ જોવા મળ્યો હતો.

તો જિલ્લામાં ઘણા દર્દીઓએ ઓક્સિજન સમયસર ન મળતા મોતને ભેટયા હતા. જેના કારણે ભારે હાહાકાર મચી ગયો હતો. જો કે હવે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે આ રઝળપાટ ભૂતકાળ બની જશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ આપવા મંજુરી આપી હતી અને યુધ્ધના ધોરણે પ્લાન્ટ શરૂ કરવા જરૂરી આર્થીક સહાય તેમજ તમામ મટીરીયલ પૂરું પાડવામાં આવતા હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ તૈયાર થઈ ચૂક્યો છે.

આગામી દિવસોમાં દર્દીઓના સગાઓને ઓક્સિજન માટે દોડાદોડી થતી હતી તે ભૂતકાળ બની જશે. અને મોરબી સિવિલ ઓક્સિજન માટે સ્વાનિર્ભર બની જશે. હવામાંથી ઉત્પન્ન ઓક્સિજન બનાવતો આ પ્લાન્ટ 1 કલાકમાં 6000 લીટર એટલે કે 24 કલાકમાં 1.44 લાખ લીટર ઓક્સિજન ઉત્પન્ન કરશે. જેથી ઓક્સિજનની અછત ઘટશે. આમ હવામાંથી સીધો ઓક્સિજન ખેંચી દર્દીઓને જરૂરી માત્રમાં મળશે આમ વારંવાર બોટલ બદલાવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને દર્દીઓના ઓક્સિજન અભાવે મોત થતા અટકશે.

અન્ય સમાચારો પણ છે...