તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મોરબી, હળવદ સિવિલમાં હડકવા અટકાવતી રસીનો સ્ટોક જ નથી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરોએ સ્ટોક ઉપલબ્ધ કરાવવા કરી રજૂઆત

છેલ્લા બે માસથી મોરબી સિવિલ હોસ્પિટલ અને હળવદ સિવિલમાં હડકવા વિરોધી ઇન્જેક્શન ખૂટી પડ્યા છે. શહેર-ગામડાઓમાં રખડતા શ્વાન નાગરિકોને કરડી જાય ત્યારે હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા જરૂરી છે. આવા ઇન્જેક્શનો કોર્ષ નિયત સમયમાં પૂરો કરવો જરૂરી છે. હાલ માળીયા મી., વાંકાનેર, હળવદ, ટંકારા સહિતના વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છે. ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં છેલ્લા બે મહિના દરમ્યાન ઇન્જેક્શનોનો સ્ટોક ઉપલબદ્ધ બનાવાયો ન હોવાથી નાગરિકોને છેક રાજકોટ સુધી ઇન્જેક્શન લેવા જવું પડે છે.

મોરબીની ખાનગી હોસ્પિટલમાં 1 ઇન્જેક્શનનો ચાર્જ 1500થી 2000 રૂપિયા સુધીનો હોય સામાન્ય માણસને હડકવા વિરોધી ઇન્જેક્શનનો કોર્ષ પૂરો કરવો અસહ્ય થઈ પડે છે. લોકડાઉનના જાહેરનામાંને લઈને અન્ય શહેરમાં જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની હાલમાં મર્યાદા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશભાઈ પંડ્યા તથા મુસ્તાક લાલમામદ બ્લોચે મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...