મોરબી જિલ્લામાં ડીસેમ્બર મહીનાથી શરૂ થયેલ કોરોનાના કેસ દરમિયાન બુધવારે સૌથી વધુ 102 કેસ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ 25 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા હતા. તેમજ મોરબી જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 317 પહોંચી ગયા છે.મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે મંગળવારે સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.આજે મોરબી જીલ્લામાં કુલ 102 કેસ પોઝીટીવ આવ્યા હતા.તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 58 અને ગ્રામ્યમાં 27 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 9 અને ગ્રામ્યમાં ૩ કેસ આવ્યા હતા.
આ ઉપરાંત હળવદ શહેરમાં અને ગ્રામ્ય 1-1 કેસ, ટંકારા તાલુકામાં 2 અને માળિયા તાલુકામાં 1 કેસ સામે આવ્યા હતા. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 317 પર પહોચી ગયો છે. બીજી તરફ મોરબી શહેરમાં 20,ટંકારામાં 4 અને માળીયામાં 1 મળી કુલ 25 દર્દી ડીસ્ચાર્જ થયા હતા.મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,52,473 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ 6912 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6254 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા છે જયારે 87 દર્દીઓના મોત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.