તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મોરબી જિલ્લામાં હજુ પણ એક સપ્તાહ વરસાદ ખેંચાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતા ચોમાસું પાકને અસર થવાની ભીતિ.

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં દોઢથી લઈ પોણા ચાર ઇંચ જેવો વરસાદ પડ્યા બાદ હાલ 15 દિવસ જેટલો સમય થવા આવ્યો છતાં વરસાદ ન થતા ખેડૂતોથી લઈ સામાન્ય લોકોની પણ ચિંતા વધી છે.જિલ્લામાં ચોમાસુ ખેંચાવાના કારણે હજુ એક સપ્તાહ એટલે કે 11 જૂન સુધી વરસાદની કોઈ સંભાવના ન હોવાની ગ્રામીણ કૃષિ મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન મહતમ તાપમાન 36-38ડિગ્રી વચ્ચે જ્યારે ન્યુનતમ તાપમાન 26થી 28 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

પવનની ગતિ પણ 25 થી 32 કિમી પ્રતિ કલાકની ઝડપ રહેશે 11 તારીખ બાદ ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. જો કે મોટા ભાગના જિલ્લામાં 11 મી સુધી વરસાદની કોઈ સંભાવના ન હોવાથી લોકોને આકરી ગરમીમાંથી છૂટકારો મળે તેવી કોઈ શકયતા નથી તેમ જણાવ્યું હતું . સમગ્ર જિલ્લામાં ચોમાસુ સક્રિય ન થવાને કારણે ચોમાસુ પાકને અસર થવાની અને પાકમાં સુકાળો લાગવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. મોરબી જિલ્લાથી નિરાશ થયેલા મેઘરાજા પોતાના રિસમણા તોડે અને મનમૂકીને વરસી આ કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવે તેવી આશા સેવાઈ રહી છે.

ખેડૂતોને સગવડ હોય તો હળવું પિયત દેવા સલાહ
કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે સલાહ આપવામાં આવી છે કે જમીન જન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તેમાટે વાવેતર સમયે દરેક પાકના બીજને મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨-૨.૫ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો. ,કઠોળવર્ગના પાકોના બીજને પ્રવાહી રાહીઝોબીયમ અનેપી.એસ.બી. જૈવિક ખાતરના કલ્ચરનો ૧૦-૧૫ મી.લી. પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો. જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો જૈવિક ખાતરનુંપ્રમાણ બમણું રાખવું.

જે વિસ્તારમાંવાવણી થઇ ગઇ હોય ત્યાં ચોમાસુ પાકોમાં ઉગાવા બાદ આંતરખેડ કરવી જેથી નિંદામણ દુર થાય. અને જમીનમાં ભેજ જળવાય રહે. વરસાદ ખેંચાયો હોય જ્યાં વાવણી બાદ જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં પિયતની સગવડ હોય તો હળવી જમીનમાં પિયત આપવું. તેમજ શાકભાજી પાકોનેપણ હળવું પિયત આપવા પણ સલાહ આપવામાં આવી છે. જેથી કરીને કિંમતી પાકને બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...