• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi District Receives Only 16 Inches Of Rain Against An Average Of 25, Still 9 Inches Less, The Lowest 10 Inches In Malia

હવામાન:મોરબી જિલ્લામાં સરેરાશ 25 સામે માત્ર 16 ઇંચ વરસાદ હજુ 9 ઇંચની ઘટ, માળિયામાં સૌથી ઓછો 10 ઇંચ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 10 ડેમની સ્થિતિ જોઈએ તો10,815 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા સામે હાલ 5759 એમસીએફટી પાણીનો જથ્થો

સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘરાજાએ માત્ર 24 કલાકમાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. પરંતુ મોરબી જિલ્લામાં હજુ પણ હજુ પણ નોંધપાત્ર જ વરસાદ છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનો સંપૂર્ણપણે કોરોકટ્ટ રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદ શરૂ તો થયો પણ ટંકારા અને હળવદને બાદ કરતાં બાકીના તાલુકામાં હજુ ભરપૂર વરસાદની રાહ છે. મોરબી માળિયા તાલુકામાં તો માત્ર ગણતરીના દિવસમાં જ સારો કહી શકાય તેવો વરસાદ પડ્યો છે. બાકીના દિવસોમાં ઝાપટા જ પડ્યા છે. સમગ્ર મોરબી જિલ્લામાં હજુ સુધી માત્ર 60 ટકા વરસાદ થયો છે અને 40 ટકાની ઘટ્ટ છે.

ઇંચમાં જોઈએ તો મોરબી જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 24 થી 25 ઇંચ છે જોકે ચાલુ સીઝનમાં હજુ 16 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે કે હજુ પણ 9 ઇંચની ઘટ્ટ છે. તાલુકા દીઠ જોઈએ તો ટંકારામાં ચાલુ વર્ષે સૌથી વધુ 564 મીમી એટલે કે 22 ઇંચ આસપાસ છે જે 80 ટકાની આસપાસ છે અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેરમાં 408 મીમી એટલે કે 16 ઇંચ, હળવદ 390 મીમી એટલે 15.5 ઇંચ,મોરબીમાં 15 ઇંચ, જ્યારે સૌથી ઓછો માળિયામાં 10 ઇંચ જ થયો છે. મોરબી જિલ્લામા પાછોતરા વરસાદથી ખેતીપાકને મોટું નુકસાન થતું બચાવી લીધું છે.

પણ જિલ્લાના મહત્વના જળાશયોમાં હજુ પણ પૂરતું પાણી મળ્યું નથી જિલ્લાના 10 ડેમની સ્થિતિ જોઈએ તો 10,815 એમસીએફટીની સંગ્રહ ક્ષમતા સામે 5759 એમસીએફટી પાણી ભરાયેલ છે એટલે કે હજુ પણ કુલ સંગ્રહ ક્ષમતા સામે 50 ટકા જ પાણી ભર્યું છે.જો હવે વરસાદ થાય તો જિલ્લામાં પીવાના પાણીની સાથે સાથે શિયાળુ પાક માટેની પણ સિંચાઇની ચિંતા હળવી બની શકે તેમ છે.

મોરબી જિલ્લાના 10 ડેમની સ્થિતિ
ડેમકુલ ક્ષમતાભરાયેલું પાણીટકાવારી
મચ્છુ 12421126552.26
મચ્છુ 23104167153.83
ડેમી 178372993.08
ડેમી 275335647.21
ઘોડાધ્રોઇ24315262.69
બંગાવડી130130100
બ્રાહ્મણી206064631.34
બ્રાહ્મણી 269928440.64
મચ્છુ 328326393.17
ડેમી 333926477.71
કુલ10,815575949.1
કુલ ક્ષમતા એમસીએફટીમાં દર્શાવી છે

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...