તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાશા આશામાં પલટી:મોરબી જિલ્લામાં સરેરાશ 26 ઇંચ વરસાદ સામે માત્ર 9.5 ઇંચ પડ્યો, હજુ 63 %ની ઘટ

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેબરમાં શરૂ થયેલી વરસાદની નવી ઇનિંગથી પાકને નવજીવન, બે તાલુકામાં હજુ નહીંવત વરસાદ

ચાલુ વર્ષે મેઘરાજાના રિસામણા મનામણા વચ્ચે સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો કટ્ટ રહ્યા બાદ હવે સપ્ટેબર મહિનાની વરસાદની નવી ઇનિંગથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની નવી ઇનિંગથી ભલે હર્ષ છવાયો હોય પણ આ વર્ષે ચોમાસાની સરેરાશ જોતા નિરાશા જગાવે તેવી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા 10 વર્ષની સરેરાશ જોઈએ તો 654 મીમી એટલે કે 26 ઇંચ વરસાદ થાય છે. જો કે ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં સરેરાશ 238 મીમી એટલે કે 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જે કુલ સીઝનના માત્ર 37 ટકા જેટલો થાય છે. એટલે કે મોરબી જિલ્લામાં હજુ પણ 63 ટકાની ઘટ્ટ છે. તાલુકા મુજબ જોઈએ મોરબીમાં 257 મીમી, હળવદ 152મીમી,માળિયા 160 મીમી, ટંકારા 322 મીમી,અને વાકનેર માં 300 મીમી વરસાદ વરસી ગયો છે.

તાલુકા મુજબ સૌથી ઓછો વરસાદ હળવદમાં 152 મીમી જ્યારે સૌથી વધુ ટંકારામાં 322 મીમી નોધાયો છે. મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનો કોરોકટ રહ્યા બાદ સપ્ટેબરમાં ફરી મેઘરાજા જે રીતે મહેરબાન થયા છે તેના કારણે સરકાર પાસે કેનાલ થકી સિંચાઈનું પાણી માગતા ખેડૂતોની માંગ ભગવાને સાંભળી હોય તેમ ચોમાસાની આ નવી સિઝને મુરઝાઇ રહેલા પાકને નવજીવન આપ્યું છે.

3 લાખથી વધુ હેકટરમાં ઊભેલા પાકને નુકસાન થવા લાગ્યુ’તું, છેલ્લા બે દિવસના વરસાદથી મળ્યું નવજીવન
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ટાઉતે વાવાઝોડાની અસરને પગલે મેં મહિનામાં જ વાવણી લાયક વરસાદ થઈ જતા અનેક તાલુકામાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું આ બાદ જૂન મહિનામાં પણ પ્રથમ સપ્તાહમાં જ વિધિવત ચોમાસાના આગમનને કારણે બાકી રહેલા પાકમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. આ બાદ જૂન મહિનાના બીજા પખવાડીયા અને જુલાઈના શરૂઆતમાં મહિનામાં વરસાદ ખેંચાયો હતો. જુલાઈ મહિનાના અંતિમ 10થી 12 દિવસમાં ફરી એકવાર મેઘરાજાની મહેર વરસી હતી જોકે ઓગસ્ટ મહિનામાં એક પણ તાલુકામાં વરસાદ ન થતા જિલ્લાના 3 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં પાક ને નુકશાન થવા લાગ્યું હતું હવે ચાલુ મહીનામાં આવેલ આ નવી ઇનિંગ પાકને નવજીવન આપ્યુ છે.

ટંકારા, વાંકાનેર અને હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ
મેઘરાજાની નવી ઇનિંગમાં ટંકારા, વાંકાનેર અને હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો હતો. જો કે મોરબી માળીયા તાલુકામાં માત્ર હળવા ઝાપટા પડી રહ્યા હતા. મોરબી શહેરમાં ગુરુવારે સવારથી ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ સાંજે અચાનક જોરદાર વરસાદ વરસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...