ફરિયાદ:મોરબી જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓને ગાંઠતા જ નથી !

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનોનો મંત્રી સમક્ષ બળાપો, શાસન બદલ્યું પરંતુ પીડા એ જ રહી હોવાની ફરિયાદ
  • ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા તેમજ મકાનના કામ ઝડપી કરવા મંત્રીની કડક તાકીદ

જે તે સમયે કોંગ્રેસના સભ્યોની કાયમી પીડા હતી કે અધિકારોઓ તેમને ગાંઠતા નથી, તેઓને કોઈ પણ પ્રકારે સહયોગ મળતો નથી અથવા સરકારી કાર્યક્રમના લોકાર્પણ કે ખાતમુહૂર્તમાં બોલાવતા ન હોવાની ફરિયાદ ઉઠતી હતી.શાસન બદલ્યા બાદ આવી ફરિયાદ નહી આવે તેવી આશા ભાજપના ચૂંટાયેલા સભ્યો પણ ઇચ્છી રહ્યા હતા. જો કે મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો હોય એવુ હાલ લાગતું નથી.

કારણ કે આજે મોરબી જિલ્લા પંચાયત ખાતે શ્રમ રોજગાર, પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારના કામો અંગેની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.જેમાં ચૂંટાયેલા સભ્યોએ અધિકારી તેમને સહયોગ ન આપતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

મંત્રી સમક્ષ હૈયાવરાળ ઠાલવાયા બાદ મંત્રીએ અધિકારીઓને આ બાબતે ટકોર કરી હતી.આ સિવાય બેઠકમાં મંત્રી મેરજાએ 15મા નાણપંચની ગ્રાન્ટનો ઉપયોગ ગામડાના વિકાસ માટે વપરાય તેના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સંકલનમાં રહી કામ થાય તે જોવા તાકીદ કરી હતી.

ગ્રામ્ય પંથકના રસ્તા મરામતને પ્રાધાન્ય આપવા આદેશ
મેરજાએ વતન પ્રેમ યોજના અંગે ઉદ્યોગકારો પોતાના ગામના વિકાસ માટે આગળ આવી સહભાગી બને માટે પદાધિકારી અને અધિકારીના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. મંત્રીએ એસ.એ.વાય-1,2, રૂર્બન યોજના, 100 ચોરસ વાર પ્લોટ ફાળવણી, ગામતળ નીમ કરવા, ગ્રામપંચાયત, તાલુકા પંચાયતના મકાનો રીપેરીંગ કરવા, પંચવટી યોજના, ગ્રામ્યમાં જોડતા રોડના કામોની જિ.પં.ના શાખાના વડા સાથે કામની ચર્ચા કરી રસ્તાને તાકીદની અસરથી મરામત કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...