તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Morbi District Panchayat Budget Of Rs 495 Crore Approved, Cuts In Education agriculture Sector Despite Increase In Budget Over Last Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટનો અંદાજ:મોરબી જિલ્લા પંચાયતનું 495 કરોડનું બજેટ મંજૂર, ગત વર્ષ કરતા બજેટ વધ્યું છતાં શિક્ષણ-ખેતી ક્ષેત્રમાં કાપ

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ દરમિયાન 1784 લાખની આવક સામે 1178 લાખનો ખર્ચ, 605 લાખની સિલક
 • ગત કરતા ચાલુ વર્ષે બજેટનું કદ 214 કરોડ વધ્યું, પંચાયત અને વિકાસક્ષેત્ર માટે 518 લાખની જોગવાઇ

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમા ભાજપને બહુમતી મળ્યા બાદ ગયા સપ્તાહે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આજે નવા વરાયેલા પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષતામાં ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની હાજરીમાં ડી.આર.ડી.ઓ. નિયામક અને ડીડીઓ જાડેજાના સચિવ પદે જિલ્લા પંચાયતનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં વર્ષ 2021-22ના વર્ષનું 6.54 કરોડની પૂરાંત વાળું 495.24 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

રજૂ કરવામાં આવેલા બજેટમાં ઉઘડતી સિલક 10.37 કરોડ, આવક 7.46 કરોડ આંકવામાં આવી હતી તો બંધ સિલક 6.05 કરોડ રજૂ કરવામાં આવ્યા છે. બજેટ દરમિયાન ત્રાજપર બેઠકના સભ્ય હીરાભાઈ ટામરીયાએ 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતમાં ભુગર્ભ ગટરની સફાઈ માટે જેટી મશીન વસાવવા દરખાસ્ત કરી હતી તો ટંકારા બેઠકના સભ્ય ભુપતભાઇ ગોધાણીએ સિંચાઇ વિભાગમાં બજેટ વધારવાની જોગવાઈ વધાવી હતી અને ગત વર્ષે ભારે વરસાદમાં જે રીતે ખેડૂતોને નુકશાન થયું હતું. તૂટેલી નાની કેનાલ, તળાવ અને ચેકડેમ રીપેર કરવા દરખાસ્ત કરી હતી. બજેટ ત્રણ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા દરખાસ્તને માન્ય રાખી રિવાઈઝ બજેટમાં સુધારો કરવાની શરતે સભ્યોની બહુમતીથી પાસ થઈ ગયું હતું.

બજેટમાં ક્યા ક્ષેત્રમાં કેટલી જોગવાઇ

 • સામાન્ય વહીવટ માટે ગત વર્ષના બજેટ કરતા રૂ.76 લાખનો ઘટાડો કરી રૂ.71.62 લાખની જોગવાઈ કરી
 • પંચાયત અને વિકાસમા ગત વર્ષમાં રૂ. 132 લાખનો ઘટાડો કરી 518.40 લાખની જોગવાઈ કરી છે
 • શિક્ષણ ક્ષેત્રમાં ગત વર્ષ કરતા 24 લાખ ઘટાડી 51.33 લાખની જોગવાઈ કરી હતી.
 • ખેતીમાં ગત વર્ષ કરતા 8.86 લાખ ઘટાડી 5લાખ ફાળવામાં આવ્યા હતા.
 • સામાજિક કલ્યાણ માં કોઈ પણ સુધારો કર્યા વિના 50 લાખ રાખવામાં આવ્યા હતા.
 • આરોગ્ય ક્ષેત્રે ગત વખત કરતા રૂ.2.55 લાખની જોગવાઈ વધારી 18.75ની જોગવાઈ
 • સિંચાઇ ક્ષેત્રમાં ગત બજેટ કરતા રૂ.50 લાખનો વધારો કરી 91 લાખ કરવામાં આવી છે.
 • બાંધકામ ક્ષેત્રમાં રૂ.82.89ના વધારો કરી 238.01 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો