મોરબી જિલ્લાના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયું હતું. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા એમ.પી.એચ.એસ./ એફ.એચ.એસ./ એમ.પી.એચ.ડબલ્યું./ એફ. એચ. ડબલ્યું. જોડાયા હતા. આ સ્નેહમિલનમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને વિવિધ હોદેદારો તેમજ જિલ્લાના અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી
આ તકે તાજેતરમાં જ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલમાં સફળતા અપાવનાર રાજ્યના તમામ હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. તેવું મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિંગલભાઇ ડાંગર, મહામંત્રી અરવિંદભાઇ પરમાર તેમજ જિલ્લાના મુખ્ય કન્વીનર દિલીપભાઈ દલસાણીયાની યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.