તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને સમર્થન:મોરબીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, આગેવાનો ધરણા પર બેઠા

મોરબી4 મહિનો પહેલા
ખેડૂતોના સમર્થનમાં મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસ આગેવાનોના ધરણા - Divya Bhaskar
ખેડૂતોના સમર્થનમાં મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસ આગેવાનોના ધરણા
  • મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ
  • વિરોધ પ્રદર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખેડૂતો વચ્ચે છેલ્લા 3-4 દિવસની મંત્રણાના દોરમાં હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી અને ખેડૂતો હજી ઉગ્ર આંદોલનના મુડમાં છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં અને આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક કોંગ્રેસ આગેવાનો ધરણા પર બેઠા હતા. કોંગ્રેસનો આ ધરણા કાર્યક્રમ સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.

કોંગ્રેસના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
કોંગ્રેસના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

કોંગ્રેસી આગેવાનો નિયમો ભૂલ્યા
આ કાર્યક્રમમાં આવેદન પત્ર આપતા પહેલા કોંગ્રેસી આગેવાનો નવા બસ સ્ટેન્ડ નજીક સરદારના પૂતળા પાસે એકઠા થયા હતા. અને કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસી આગેવાનો ભેગા થયા દરમિયાન સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો હતો. અને ખેડૂતોને સમર્થન આપવામાં કોંગ્રેસી આગેવાનો નિયમ ભૂલ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

આગેવાનો અને કાર્યકરો પ્રદર્શનમાં જોડાયા
વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમમાં તાજેતરમાં પેટા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઇ જયસુખભાઇ પટેલ, કે.ડી.પંડસુબીયા, મનોજ પનારા, કાર્યકારી પ્રમુખ એલ.એમ.કણજારીયા, રમેશભાઇ રબારી, નાથાભાઇ ડાભી, મુકેશભાઇ ગામી સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો