ચૂંટણી:મોરબી જિલ્લાની 320 ગ્રામપંચાયતની ચૂંટણીનું 19મીએ મતદાન, 21મીએ જાહેર થશે પરિણામ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 352 ગ્રામપંચાયતો પૈકી 320માં ચૂંટણી યોજાનાર હોય આચારસંહિતા લાગુ

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા આજથી ગુજરાતની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, જેમાં મોરબી જિલ્લાની 320 ગ્રામ પંચાયતનો પણ સમાવેશ થશે .રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા આજે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરાઇ છે જે મુજબ અગામી 19 મી ના રોજ મતદાન પ્રકિયા યોજાશે.20 ના રોજ જરૂર પડ્યે ફેર મતદાન અને 21મી ના રોજ મત ગણતરી યોજાશે.

રાજ્યમાં આગામી નવેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની મુદત પૂર્ણ થતી હોવાથી રાજયની 10,879 ગ્રામ પંચાયતમાં ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી હતી આવા સમયે રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ મોરબી જિલ્લાની 352 માંથી 320 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે.

રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થતા હવે ત્યાં મતદાનની જરૂરિયાત ઉદ્ભવી છે.જેથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં મતદાન સુચારુ રૂપે યોજાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ આગામી 29મી નવેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરાશે તો તા.4 ડીસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ થશે. તા. 6 ડિસેમ્બર ના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે.

7 ડિસેમ્બર ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે.તા 19 મીએ સવારે 8થી 6 દરમિયાન મતદાન હાથ ધરવામાં આવશે. આ સિવાય જો કોઈ કારણસર ફેર મતદાનની જરૂર પડશે તો તા.20મી ના રોજ ફેર મતદાન કરવામાં આવશે આ સિવાય 21 મી ના રોજ પરિણામ જાહેર થશે તો 26 મી ના રોજ ચૂંટણી પૂર્ણ થતા વિધિવત આચારસંહિતા પૂર્ણ થશે.ચુંટણી આયોગની જાહેરાતના પગલે સ્થાનિક અધિકારીઓ અને વહીવટી તંત્ર પણ બેલેટ પેપરથી થનારા મતદાન માટે સજ્જ થવાની તૈયારી કરી રહ્યા છે.

નવી બનેલી ગ્રામ પંચાયતમાં મતદાન
મોરબી નગરપાલિકામાંથી તાજેતરમાં છૂટી પડેલી શકત શનાળા તેમજ અમરેલી ગ્રામ પંચાયત તેમજ તાજેતરમાં નવી બનેલી માળીયા વનાળિયા ગ્રામ પંચાયત તેમજ જે પણ ગ્રામ પંચાયતના સભ્યો કે સરપંચના અવસાન રાજીનામાં કે બરખાસ્ત થવાના કારણે સીટ ખાલી પડી હોય તેવી ગ્રામ પંચાયતમાં પણ પેટા
ચૂંટણી યોજાશે.

નવા વિકાસ કામોને પણ બ્રેક
પંચાયતમાં આચારસંહિતા લાગુ થઇ છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ કામ શરુ કરી શકાશે નહીં જે કામના મુહૂર્ત થઇ ગયા છે તે કામગીરી ચાલુ રહેશે આ સિવાય બોર્ડ અને નિગમમાં નવા હોદ્દેદારોની નિમણુક અટકશે તેમજ અધિકારીઓની બદલી રોકાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...