મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ અને જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા વિવિધ પ્રશ્નો મામલે આજે કલેકટરને દેશભર શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગને થતી મુશ્કેલીઓ, તેઓની વસ્તી ગણતરી કરવા, ખાનગી ક્ષેત્રમાં અનામત પ્રથા લાગુ કરવા સહિતની માગણીઓ મુદે આવેદન પાઠવવામાં આવ્યું હતું અને તેઓની માંગણીની કલેક્ટર મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી
કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે જાતી આધારિત ગણના કરવામાં આવે તે ઉપરાંત ક્રિમિલેયર સર્ટીફીકેટ, ઓબીસી સમાજને પછાત રેજીમેન્ટ અને અલગ મંત્રાલય સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરાંત ઉચ્ચતમ ન્યાયાલયમાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો મેરીટના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગની મહિલાઓને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસીની છે તો ૫૦ ટકા અનામત મળે, ઓબીસી વર્ગના લોકોને કોન્ટ્રાકટને બદલે સરકારી નોકરી મળે, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.
આવેદન આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીર, ડો દિનેશભાઇ પરમાર, રમેશ ભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે. ડી. પડસુંબિયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, દેવેન્દ્ર સિંહ જાડેજા,સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.