તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મોરબી ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા ચાઇનીઝ રમકડા સળગાવી વિરોધ કર્યો, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માંગ

મોરબી6 મહિનો પહેલા
  • 130 જેટલા ઉદ્યોગકારોએ 'બોયકોટ ચાઇના'ની ઝુંબેશના ભાગરૂપે ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કર્યો
  • ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવવા માંગ

મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા આજે ચાઇનીઝ રમકડાં સળગાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના 130 જેટલા ઉદ્યોગકારોએ 'બોયકોટ ચાઇના'ની ઝુંબેશના ભાગરૂપે ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ઘુસાડાતી ચાઇનીઝ પ્રોડક્ટ બંધ કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની માંગ કરી હતી.

બોયકોટ ચાઇનાનાં નારા લગાવીને ઉગ્ર દેખાવો કર્યો
મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા ચાઇનાની પ્રોડક્ટ બંધ કરીને સ્વેદશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટેના 'બોયકોટ ચાઇના' ઝુંબેશ હેઠળ આજે ચાઇનાની પ્રોડક્ટ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સના નેજા હેઠળ જાણીતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના 130 જેટલા ઉદ્યોગકારો દ્વારા ચાઇનાના રમકડાંને સળગાવીને બોયકોટ ચાઇનાના નારા લગાવીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને આ ઉધોગકારોએ ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરીને સરકાર સમક્ષ ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવી સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન કરવાની માંગ કરી હતી.

ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવવા માંગ
ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવવા માંગ

ચાઇનાથી ટેક્સ ચોરી કરીને ગેરકાયદે વસ્તુઓને ભારતમાં ઘુસાડવામાં આવે છે- વેપારી
ઓરેવા ગ્રુપના જયસુખભાઈ.પટેલે જણાવ્યું હતું કે અમારી સરકાર સમક્ષ માંગણી છે કે, ચાઇનાથી જે પ્રોડક્ટ ભારતમાં ગેરકાયદે આવે છે, તે ચાઇના પ્રોડક્ટને બંધ કરવામાં આવે અને જો ચાઇનાની વસ્તુઓ બંધ કરવામાં આવે તો જ સ્થાનિક ઉધોગકારોને આત્મનિર્ભર બનાવવામાં પ્રોત્સાહન મળશે અને નાના નાના લોકોને રોજગારી મળશે. કારણ કે, ચાઇનાથી જે વસ્તુઓ આવે છે તેના કરતાં ભારતની વસ્તુઓ 20 ટકા મોંઘી હોય છે. ચાઇનાથી ટેક્સ ચોરી કરીને ગેરકાયદે વસ્તુઓને ભારતમાં ઘુસાડવામાં આવે છે. એટલે ભારતની વસ્તુઓ કરતા ચાઇનાની વસ્તુઓ પ્રમાણમાં સસ્તી મળે છે. પણ ભારતમાં ઉદ્યોગો ટેક્સ ચૂકવતા હોય અને ચાઇના કરતા પણ અહીંની પ્રોડક્ટ ગુણવત્તાવાળી હોવાથી થોડી મોંઘી રહે છે. પણ ચાઇનાની વસ્તુઓ સસ્તી હોવાથી ભારતની વસ્તુઓ ઘરઆંગણે જ પાછી પડે છે. તેથી ચાઇનાની ગેરકાયદે વસ્તુઓ બંધ કરે તેવી માંગ કરી છે.

(કિશન પરમાર -મોરબી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો