તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય બીમારી:મોરબી સિવિલમાં એક સપ્તાહમાં 72 ઝાડા-ઊલટી,17 મેલેરિયાના કેસ આવ્યા

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં હાલ ક્રોરોનાના કેસ સાવ નહિવત છે. જિલ્લા આરોગ્યના સતાવાર આંકડા શુન્ય છે.પણ ગત મહિનામાં સિઝનલ ફ્લૂએ પણ દેખા દીધી હતી અને ફરી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી હતી. હવે છેલ્લા એક સપ્તાહથી પાણી જન્ય અને મચ્છરજન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં એટલે કે 30 ઓગસ્ટથી 5 સપ્ટેબર દરમિયાન કુલ 72 ઝાડા, ઉલ્ટીના કેસ સામે આવ્યા હતા.

આ સિવાય ડેન્ગ્યુના 6 કેસ, ટાઇફોઇડના 4 અને 1 કમળાનો દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ સિવાય સિઝનલ ફ્લુના પણ કેસ આવી રહયા છે.જેના કારણે મેડિકલ વોર્ડમાં મોટા ભાગના બેડ હાલ ભરાયેલા છે. બીજી તરફ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી ક્લિનિક, એબર્ન હેલ્થ સેન્ટર અને પીએચસીમાં પણ સિઝનલ ફલૂ અને મચ્છર જન્ય બીમારીના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મોરબીમાં વરસાદી પાણીના ભરાવો થવાને કારણે મચ્છર જન્ય બીમારીએ દસ્તક દીધી છે આ ઉપરાંત જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાતા ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે વાયરલ બીમારીના કેસ વધ્યા છે.

સિવિલમાં ગાયનેક સર્જન તરીકે ડો.મિહિર હોથીની નિમણૂંક
મોરબીની સિવિલ હોસ્પીટલમાં ઘણા સમયથી ખાલી પડેલી ગાયનેક ડોક્ટર અને જનરલ સર્જનની ખાલી જગ્યાઓ અંગે ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા ડો. મિહિર હોથીની નિમણુક કરાઈ છે. જે દૂરબીનથી આધુનિક ઓપરેશન કરશે અને મોરબીવાસીઓની સુવિધામાં વધારો થશે તેઓની હાલ કોન્ટ્રાકટ બેઝ પણ નિમણુંક કરી છે જેથી વિવિધ ઓપરેશન અને દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે.

અન્ય સમાચારો પણ છે...