તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મોરબી સિવિલ હોસ્પિટલમાં 3 દિવસની રાહત બાદ ફરી દર્દીઓ ઊમટ્યાં, એમ્બ્યુલન્સની લાઇન લાગી

મોરબી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરની સિવિલ ત્રણ દિવસની આંશિક રાહત બાદ ફરી દર્દીઓ અને એમ્બ્યુલન્સની કતારથી ધમધમી ઉઠી હતી. - Divya Bhaskar
શહેરની સિવિલ ત્રણ દિવસની આંશિક રાહત બાદ ફરી દર્દીઓ અને એમ્બ્યુલન્સની કતારથી ધમધમી ઉઠી હતી.
 • બેડની ઉપલબ્ધિની જાણ થતાં જ રાજકોટ, જામનગર અને આસપાસના જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે પહોંચતા ભીડ જામી
 • સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ 400થી વધુ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ

માર્ચ મહિનામાં શરૂ થયેલી કોરોનાની બીજી લહેર એપ્રિલ મહિનો આવતા ખૂબ ભયાવહ સ્થિતિમાં પહોંચી ચૂકી હતી. જેના કારણે હોસ્પિટલ ફૂલ થવા લાગી હતી. જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં 290થી વધુ બેડ ફૂલ થઈ જતા અલગ અલગ હોસ્પિટલમાં બીજા 100થી 150 બેડ નવા ઉભા કરવામાં આવ્યા હતા. જો કે તે પણ ફુલ થઈ ગયા હતા.

આ સિવાય સામાજિક સંસ્થા દ્વારા શરૂ કરવામા આવેલા કોવિડ સેન્ટરમાં પણ બેડ ફૂલ થવા લાગ્યા હતા. ઓકિસજન સિલિન્ડર અને રેમડેસિવિરની પણ ભારે તંગી જોવા મળી હતી.મોરબી શહેર અને જિલ્લામાં લાગુ કરેલા કડક નાઈટ કર્ફ્યુ, દિવસ દરમિયાન પણ કડક કોવિડ ગાઈડલાઈનની અમલવારીને પગલે કોરોના પર કાબુ મેળવી શકાયો હતો.

જિલ્લામાં ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવવા લાગી હતી. હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરમાં દર્દીની સંખ્યા ઓછી થવા લાગી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તો સિવિલ હોસ્પિટલમાંથી વેઈટિંગ પણ સાવ સામાન્ય થઈ ચુક્યું હતું. દર્દીઓ આવે અને ગણતરીની મિનિટ બેડ મળી જતા હતા. સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી વેઈટિંગ ઘટ્યા બાદ આજે ફરી એકવાર દર્દીઓની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને હોસ્પિટલમાં ફરી વેઈટિંગ બેડ ભરાવાનું શરૂ થઈ ગયું હતું અને બહાર એમ્બ્યુલન્સ પણ લાઈન ઉભી રહેવા લાગી છે.

બીજા જિલ્લામાં હવે સ્થિતિ બગડી રહી છે જ્યારે મોરબીમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હોવાથી હવે મોરબી સિવિલમાં સ્થાનિક દર્દીઓની સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના પણ અમુક દર્દી સારવાર માટે આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

હાલ સ્થિતિ કાબૂમાં, દર્દીઓની સંખ્યા ઘટી
મોરબી સિવિલ હોસ્પિટલમાં ચાલુ સપ્તાહ દરમિયાન દર્દીઓનો ધસારો ઘટ્યો છે.વેઈટિંગ પણ ઘટ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 149 બેડ ભરેલા છે, જેમાં 10 વેન્ટિલેટર,4 નોર્મલ અને બાકીના ઓક્સિજન બેડ છે.સિવિલમાં દૈનિક 400થી વધુ સિલિન્ડરનો વપરાશ છે.હાલ સિવિલમાં સ્થિતિ કાબુમાં છે અને દર્દીઓની રિકવરી રેટ વધ્યો છે. ઇન્જેક્શનની તંગી તો છે, પરંતુ જે દર્દી ખરેખર ક્રિટીકલ છે તેમના માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યવસ્થા થઇ જાય છે. > ડો. જે.એમ. સરડવા, ઈન્ચાર્જ. સિવિલ સર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો