તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી માટે રઝળપાટ:મોરબી સિવિલમાં સવારથી વેક્સિનેશન માટે કતારમાં ઊભા રહ્યા, રસી ન મળતાં હોબાળો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં રસી ન મળતાં મોરબી સિવિલ થોડા સમય માટે બની સમરાંગણ. - Divya Bhaskar
રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં રસી ન મળતાં મોરબી સિવિલ થોડા સમય માટે બની સમરાંગણ.
  • કેન્દ્ર અને સ્ટોકમાં રોજ ફેરફાર, સ્પોટ રજિસ્ટ્રેશન છતાં કતારમાં કલાકો ઊભા રહ્યા પછી પણ નથી મળતી રસી
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું, વેક્સિનનો સ્ટોક ન આપ્યો

મોરબી જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ સાવ નહિવત થઈ જતા હોસ્પિટલના બેડ ખાલી થઇ ચૂક્યા છે. જો કે બીજી લહેર બાદ લોકોમાં વેક્સિન લેવા અંગે આવેલી જાગૃતિ આરોગ્ય વિભાગ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. જિલ્લામાં વેક્સિનનો જથ્થો જેટલા પ્રમાણમાં આવે છે તેના કરતાં વધુ લોકો વેક્સિન માટે આવતા હોવાથી અલગ અલગ સેન્ટરમાં લાઈન લાગે છે.આ સિવાય કેટલાક સેન્ટરમાં સ્ટાફ અને રસી લેવા આવતા લોકો વચ્ચે ઘર્ષણ પણ વધી રહ્યા છે.

શનિવારે મોરબી જિલ્લામાં કુલ 8500 રસીના ડોઝ મળ્યા હતા, જે અલગ અલગ સેન્ટરમાં ફાળવવામાં આવ્યા હતા. મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં અલગ અલગ 13 સેન્ટરમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર આસપાસના સેન્ટર જેમાં મોરબી શહેરમાં સિવિલ હોસ્પિટલ,લીલાપર અર્બન, સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર,ઘુંટૂ, રવાપર બગથડા સહિતના પીએચસીમાં લાંબી લાઈન લાગી હતી.

તો સિવિલ હોસ્પિટલમાં તો અપૂરતો સ્ટોક મળતા અનેક લોકોને ધક્કા થયા હતા. વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલા લોકોને વેક્સિન ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો. થોડી વાર માટે સ્થિતિ કાબુ બાર જતા સ્ટાફને પોલીસ બોલવવાની ફરજ પડી હતી.અંતે પોલીસે દરમિયાનગિરી મામલો થાળે પડાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં લોકો વહેલી સવારે ટોકન લેવા લાઈનમાં ઉભા રહે છે. સ્ટાફ જેટલા ડોઝ હોય તેટલા ટોકન આપતા હોય છેે. જો કે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનાર લોકો માટે સ્ટોક ન હોવાથી આ હોબાળો મચી ગયો હોવાની ચર્ચા જાગી હતી. ડોઝની ફાળવણીની સરખામણીએ વધુ લોકો રસી મૂકાવવા આવી પહોંચતા હોય રોજિંદી માથાકૂટ રહે છે ત્યારે મોરબીની વસ્તી ધ્યાને લઇ વધુ ડોઝ ફાળવવામાં આવે તો કાયમી પ્રશ્ન ઉકેલાય તેવી માંગ ઉઠી છે.

દરેક સેન્ટર પર 10 ડોઝનું ઓનલાઇન રજિસ્ટ્રેશન
હાલમાં સ્પોટ રજિસ્ટ્રેશન થકી લોકો વેક્સિન મેળવી રહ્યા છે. જો કે કોઈ વ્યક્તિ પોતાના પસંદગીના સેન્ટર પર વેક્સિન લેવા માંગતા હોય તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે તે માટે 10 ડોઝ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે રાખીએ છીએ, એક સાથે બંધ કરવાથી કોઈ વ્યક્તિ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માંગતા હોય તો તેમને મુશ્કેલી ન પડે તેમના માટે આ વ્યવસ્થા રાખી છે. શનિવારે મોરબી માટે 8500 જેટલા ડોઝ આવ્યા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલ માટે 200 ડોઝ ફાળવવામાં આવ્યા છે. > વિપુલ કારોલિયા, વેક્સિનેશન ઓફિસર, મોરબી

શનિવારે જિલ્લામાં 9135 લોકોને ડોઝ
મોરબી જિલ્લામાં વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ વધી છે, જેના કારણે લોકો વેક્સિન માટે સેન્ટરમાં આવી રહ્યા છે.શનિવારે જિલ્લામાં 45થી વધુ વયના 3273 લોકોને તેમજ 18-44 વયના 5758 લોકોને રસી આપવામાં આવી હતી.જ્યારે 100 લોકોએ ખાનગી વેક્સિન સેન્ટરમાં રસી મેળવી હતી..

અન્ય સમાચારો પણ છે...