નાણામંત્રીને રજૂઆત:નેચરલ ગેસનાં ભાવમાં ઘટાડો કરવા મોરબી સિરામિક ઉદ્યોગકારોની માંગ

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિરામિક એસો.ના હોદ્દેદારો ગાંધીનગર દોડ્યા, નાણામંત્રીને રજૂઆત

મોરબીના સિરામિક ઉદ્યોગને મળતા નેચરલ ગેસ રોમટીરિયલ, ભાડા સહિતના ભાવમાં દિનપ્રતિદિન વધારો થયો છે જેના કારણે ખર્ચા ખુબ મોટા પાયે વધી ગયા છે બીજી તરફ વિદેશી એક્સપોર્ટ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીના માહોલમા પસાર થઈ રહ્યો છે ત્યારે સિરામિક ઉદ્યોગમા સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય બુધવારે સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ગાંધીનગર જઈને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને મોરબી સિરામિક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, ભુતપુર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડિયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી.

રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સિરામિક ઉદ્યોગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને અવગત કરતા હાલની પરિસ્થિતીને ધ્યાનમા લઈને નાણાપ્રધાનએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...