મોરબી બાર એસોસીએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી તા. 16ના રોજ મતદાન યોજાશે. ત્યારે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. પ્રમુખ પદના 5 દાવેદારો સહિતના હોદ્દા માટે કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળશે.
20 ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે
પ્રમુખ પદની રેસમાં જેઠલોજા વિપુલ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલા ધનજીભાઈ, ઓઝા મનીષ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી. વચ્ચે જંગ જામશે. તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરત કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદની રેસમાં અગેચણીયા જીતેન દિલીપભાઈ, દવે મહીધર હિમાંશુભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ તેમજ જોઈન્ટ સેક્રેટરી માટે ડાભી અમિત વાલજીભાઈ, હડીયલ પ્રવીણ નારણભાઈ, જાડેજા યોગીરાજસિંહ જે. તેમજ કારોબારી સભ્ય પદ માટે મેંદપરા હાર્દિક થોભણભાઈ, પરમાર દેવજી બીજલભાઈ, રાણપરા નિરાલી ડી. શેરશીયા, ધવલ ડી. અને ઝાલા બ્રિજરાજસિંહ નાનુભા વચ્ચે ચૂંટણી જંગમાં જોવા મળશે.
મતદાતાએ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે
તા. 16ને શુક્રવારે ન્યાય મંદિર બિલ્ડીંગ, મોરબી બાર રૂમમાં સવારે 10થી બપોરે 2 કલાક સુધી મતદાન યોજાશે. મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદારો જ મતદાન કરી શકશે. મતદાન સમયે મતદાતાએ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. તેમ ચૂંટણી અધિકારી રાજેશ બદ્રકીયા અને જય પરીખની યાદીમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.