આવતીકાલે વીજકાપ:મોરબી અને ટંકારામાં આવતીકાલે મેન્ટેનન્સને પગલે વીજકાપ રહેશે

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના 11 કેવી અવધ ફીડરમાં બુધવારે નવી લાઈનકામ તેમજ નવા ટીસી ઉભા કરવાની કામગીરી સબબ સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી વીજકાપ રહેશે અને ટંકારા તાલુકામાં PGVCL દ્વારા 66 કેવી લજાઈ સબ સ્ટેશન તેમજ 132 કેવી ટંકારા સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ પ્રવાહ બંધ રહેશે.

પીજીવીસીએલ મોરબી શહેર 1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી અવધ ફીડરમાં સવારે 8થી બપોરે 4 સુધી નવી લાઈનકામ અને નવા ટીસી ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેથી આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે

ટંકારા તાલુકામાં PGVCL દ્વારા 66 કેવી લજાઈ સબ સ્ટેશન તેમજ 132 કેવી ટંકારા સબ સ્ટેશનમાં સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ પ્રવાહ બંધ રહેશે. આવતીકાલે બુધવારના રોજ PGVCLના વીરપર ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી લજાઈ સબ સ્ટેશન તેમજ 132 કેવી ટંકારા સબ સ્ટેશનના તમામ ફીડર સવારે 08:00 વાગ્યાથી બપોરના 4:00 વાગ્યા સુધી સમારકામની કામગીરી અન્વયે બંધ રહેશે. જેને પગલે લજાઈ, વીરપર, હડમતીયા, નસિતપર, ખીજડીયા, રામપર, ઉમિયનગર, મહેન્દ્રપુર, વાઘગઢ, મેઘપર અને ઘુનડા ગામનો પાવર બંધ રહેશે તેવું અધિકારી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...