તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદની સગીરાને ભગાડનાર મોરબીનો આરોપી ઝડપાયો

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ શહેર ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાને ભગાડી જવાના ગુનાનાં આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમ્યાન પોલીસને એક શંકાસ્પદ ઇસમ તથા એક છોકરી મળી આવતા બન્નેને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ઇસમ છોકરીને અમદાવાદ શહેર ગોમતીપૂર વિસ્તારમાંથી ભગાડી લાવેલ હોવાનું જણાવેલ હતું. જેથી, પોલીસે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મુજબનો દાખલ થયેલ હોવાનું જાણવા મળેલ છે. જેથી, આ ગુનાનાં આરોપી કરણભાઇ સીંધાભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ. 20, ધંધો મજુરી, રહે સો ઓરડી, વરીયાનગર, મોરબી) તથા ભોગ બનનારને પોલીસ સ્ટેશને લાવી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો