વિરોધ પ્રદર્શન:તમિલનાડુમાં યુવતીના આપઘાત કેસમાં મોરબી ABVPએ કેન્ડલ માર્ચ યોજી

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બસ સ્ટેશનથી સરદાર પટેલ પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ

તમિલનાડુના તંજાવુર જિલ્લાની સેક્રેડ હાઈસ્કૂલમાં ધર્માંતરણના દબાણને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયેલી વિદ્યાર્થિની લાવણ્યા માટે ન્યાય મેળવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના કાર્યકર્તાઓ દ્વારા નવા બસ સ્ટેશનથી સરદાર પટેલ પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એબીવીપી દ્વારા સ્થાનિક રાજ્ય સરકારની અસંવેદનશીલતા દર્શાવી ઘટના દબાવી દેવા માગતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ તપાસના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા અને હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.

તમિલનાડુ સરકાર અને વહીવટીતંત્ર લાવણ્યાના આત્મહત્યાના કેસને દબાવવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે. પરંતુ દરેક એબીવીપી કાર્યકર્તા પણ લાવણ્યાને ન્યાય ન મળે ત્યાં સુધી લડવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...