સુવિધામાં વઘારો:મોરબી વાંકાનેર ડેમુમાં હવે 4 ટ્રેનમાં મંથલી પાસને મંજૂરી

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ માસિક પાસ સિસ્ટમ બંધ કરી દેવાઇ હતી

મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે, ખાસ કરીને વાંકાનેરથી અભ્યાસ માટે આવતા છાત્રો તેમજ મોરબીથી ઢૂવા તેમજ મોરબીના રફાળેશ્વર આસપાસ આવેલી સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા શ્રમિકનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પહેલા ડેમુ ટ્રેનમાં મંથલી પાસ સિસ્ટમ ચાલતી હતી.

જો કે પ્રથમ લોકડાઉનના સમય દરમિયાનમાં ટ્રેન બંધ થયા બાદ ધીમે ધીમે ટ્રેન વ્યવહાર શરુ કરવામાં આવ્યો છે. મોરબી વાંકાનેર વચ્ચે પણ હાલ ડેમુ ટ્રેન શરુ કરવામાં આવી છે. જો કે તેમાં પણ હજુ મંથલી પાસ સેવા શરુ કરવામાં આવી ન હતી. તેમજ ડેમુ ટ્રેનમાં હાલ સ્પેશ્યલ ટ્રેનના નામે અગાઉ કરતા ત્રણ ગણું ભાડું વસુલ કરવામાં આવતું હોવાથી રોજીંદા મુસાફરોને આર્થીક રીતે નુકસાન જતું હતું.

આ અંગે મોરબીના સામજિક કાર્યકરો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા રાજકોટ ડિવિઝન દ્વારા મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન નમ્બર 09444, વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન નમ્બર 09563 મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન નમ્બર 09440 તેમજ વાંકાનેર મોરબી ડેમુ ટ્રેન નમ્બર 09561માં સિઝન ટીકીટ એટલે કે મંથલી પાસ સીસ્ટમ શરુ કરવામાં આવી છે તેમજ ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...