ઘટ ન જ પૂરાઇ:મોરબી જિલ્લામાં સિઝનમાં 27 દિવસ વરસીને ચોમાસાની એક્ઝિટ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિઝનના 24 ઇંચ વરસાદની સરેરાશ સામે 21 ઇંચ જ પાણી પડ્યું
  • ત્રણ ઇંચની ઘટ યથાવત્ રહી, ગત વર્ષ કરતાં વરસાદના દિવસો પણ ઘટી ગયાજૂનમાં ત્રણ અને ઓગસ્ટમાં માત્ર બે જ દિવસ વરસાદે હાજરી પૂરાવી હતી અને અડધો સપ્ટેમ્બર વીત્યા બાદ સિઝનનો 50 ટકા વરસાદ ખાબક્યો

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાના ત્રણ મહિના ઓછા વરસાદને પગલે દુષ્કાળની સંભાવના વર્તાઈ રહી હતી. ઓગસ્ટ પુરો થઇ જવા છતાં સારા વરસાદના વાવડ ન મળતાં જગતાત મુંઝાયો હતો. જો કે સપ્ટેમ્બર મહિનામાં થયેલા સીઝનના 50 ટકાથી વધુ વરસાદે દુષ્કાળના દ્રશ્ય દૂર કરી જિલ્લાના મોટા ભાગના જળાશયને ભરપૂર કરી દીધા હતા.

મોરબી જિલ્લામાં સપ્ટેબર જિલ્લામાં ચાલુ સિઝન દરમિયાન સરેરાશ વરસાદના દિવસો જોઈએ તો જૂન મહિનામાં સરેરાશ 3 દિવસ, જુલાઈ મહિનામાં 9 દિવસ ,ઓગસ્ટમાં માત્ર 2 દિવસ જ્યારે સપ્ટેમ્બરમાં સરેરાશ 15 વરસાદ વરસી ગયો હતો.જિલ્લામાં સરેરાશ જોઈએ જૂન મહિનાથી સપ્ટેમ્બર એમ ચાર મહીનામાં સરેરાશ 27 દિવસ જ વરસાદ વરસ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં વરસાદના દિવસો જોઈએ તો તેમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 36 દિવસ વરસાદ વરસ્યો હતો.

ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જની અસરના પગલે ઋતુચક્રમાં મોટા પાયે ફેરફાર થયો છે.અને તેના કારણે દર વર્ષે વરસાદના દિવસો ઘટે છે શિયાળા દરમિયાન સામાન્ય કરતા વધુ પ્રમાણમાં ઠંડી પડે છે પણ તેના દિવસો ખૂબ ઓછા હોય છે જ્યારે ગરમીનું પ્રમાણ અને દિવસો પણ વધી રહ્યા છે. ઋતુ ચક્રમાં આવેલા આ ફેરફારની અસર તમામ જીવ સૃષ્ટિ પર ધીમે ધીમે પડી રહી છે. જો કે આ વખતે આવી પડેલા તાઉતે વાવાઝોડાએ પણ વરસાદની પેટર્નમાં થોડો બદલાવ લાવી દીધો હતો અને જે તે સમયે વરસાદ જોઇને વાવણી કરી બેઠેલા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા.

2021માં પડેલો વરસાદ (ઇંચમાં)

તાલુકોજુનજુલાઈઓગસ્ટસપ્ટેમ્બરકુલ
મોરબી2921729
હળવદ4931430
વાંકાનેર4621325
માળીયા3741428
ટંકારા21021328

2020માં પડેલો વરસાદ (ઇંચમાં)

તાલુકોજુનજુલાઈઓગસ્ટસપ્ટેમ્બરકુલ
મોરબી61224547
હળવદ4613326
વાંકાનેર61119541
માળીયા5716432
ટંકારા31119235

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...