• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Moksha Yajna Was Performed By The Newly Appointed MLA For The Peace Of The Souls Of Those Who Lost Their Lives In The Hanging Bridge Accident

મોક્ષ યજ્ઞ કરાયો:ઝૂલતો પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિ અર્થે નવનિયુક્ત ધારાસભ્ય દ્વારા મોક્ષ યજ્ઞ કરાયો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને આજે 40 દિવસ પૂર્ણ થયા છે. છતાં હજુ મૃતકોના પરિવારજનો દુર્ઘટનાને ભૂલી શક્યા નથી, ત્યારે મૃતકોની આત્માની શાંતિ અર્થે મોરબીના નવનિયુક્ત ધારાસભ્ય કાન્તી અમૃતિયા દ્વારા મચ્છુ માતાજી મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરાઈ
ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મોરબી બેઠક પરથી કાન્તી અમૃતિયાનો જંગી લીડથી વિજય થયો છે, ત્યારે કાન્તીભાઈ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કર્યું હતું. જે મોક્ષ યજ્ઞ મચ્છુ માતાજીના મંદિરે યોજાયો હતો. મોક્ષ યજ્ઞમાં ધારાસભ્ય કાન્તી અમૃતિયા ઉપરાંત નગરપાલિકાના કાઉન્સીલર, મૃતકોના સ્વજનો અને નગરજનો જોડાયા હતા. યજ્ઞમાં આહુતિ આપીને દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ઘટના બની ત્યારે રાહત કામગીરી કરવામાં આવી હતી
આ તકે કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારે મારા કાર્યકર્તા સહિતનાઓ મચ્છુ માતાજીના મંદિરે નદીમાં ગયા હતા અને રાહત કામગીરી કરવામાં આવી હતી. ચૂંટણી દુઃખ સાથે લડવાની હતી. દુઃખ સાથે જનતા એ અમારા પર વિશ્વાસ મુક્યો છે અને જે બન્યું તે બની ગયું છે, પણ મૃતકોને નરેન્દ્ર મોદી અને કાંતિ અમૃતિયા ન્યાય અપાવશે તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...