કામગીરી:મોદી આજે મોરબીના 2400 કરોડથી વધુના વિકાસકામની વર્ચ્યુઅલ આધારશિલા રાખશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિરામિક પાર્ક, મેડિકલ કોલેજ, કોર્ટ બિલ્ડિંગ ઓવરબ્રિજ, ફોરલેનના કામના મુહૂર્ત કરશે

વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આચાર સંહિતા જાહેર થાય તે પહેલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના ધડાધડ કાર્યક્રમ કરી રહી છે ત્યારે બુધવારના રોજ પીએમ નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે જ્યાં તેઓ રાજકોટના વિવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ મોરબી, રાજકોટ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી માં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજનું ટેમ્પરરી બાંધકામ કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં નવી મેડિકલ કોલેજ શરૂ થવાની ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ બાંધકામનું એ લોકાર્પણ તેમજ કાયમી ધોરણે જે જગ્યાએ બિલ્ડીંગ અને હોસ્ટેલ બનવાની છે તે શનાળા રોડ ખાતેની મંજૂર થયેલી જગ્યા પર એ ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત 1461 કરોડના ખર્ચે બનનાર સિરામિક પાર્ક,33.85 કરોડના ખર્ચે તૈયાર થનાર ન્યૂ ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ તેમજ ટંકારા ખાતે રૂ.7 કરોડના ખર્ચે તાલુકાની કોર્ટનું બિલ્ડીંગ તેમજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે રૂ. 23.76 કરોડના સરકારી ક્વાર્ટરના કામનું પણ ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત રૂપિયા 141 કરોડના ખર્ચે બનનાર મોરબી જેતપુર ફોરલેન રોડ અને રૂપિયા 170 કરોડના ખર્ચે બનનાર મોરબી હળવદ રોડનું ખાતમુહૂર્ત કરશે. આ સિવાય શહેરના નટરાજ ફાટક પાસે રૂપિયા 74.21 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું તેમજ મહેન્દ્રનગર ખાતેના ઓવરબ્રિજનું પણ એ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય મોરબી, માળીયા, હળવદ સહિતના અલગ અલગ તાલુકા વિસ્તારમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ પણ રાજકોટ ખાતે પીએમ મોદીના હસ્તે થશે​​​​​​​ મોરબી જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો રાજકોટ ખાતે જવા થનગની રહ્યા છે ઘણા આગેવાનો તો બે દિવસ પહેલા જ રાજકોટ પહોંચી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...