તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઘૂંટુ પાસે મોબાઇલની દુકાનના તાળાં તૂટ્યાં, 40,000ના મુદ્દામાલની ચોરી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 દી’માં બીજી વાર તસ્કરોએ દુકાનને નિશાન બનાવી પોલીસને ફેંક્યો પડકાર
  • એક તરફ ધંધામાં મંદી અને અવાર નવાર થતી ચોરીથી વેપારીઓમાં ફફડાટ

મોરબીના ઘૂટું રોડ આવેલી દુકાનમાં 16 દિવસમાં બીજી વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉની ચોરીની ઘટનામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ બીજી વખત આ મોબાઈલની દુકાનમાં હાથફેરો કર્યો હતો. આથી વેપારીમાં ભારે રોષ જોવા મળ્યો છે.

મોરબી હળવદ રોડ પર આવેલ ગામડા જેવા કે ઘુટૂ, ઉંચી અને નીચી માંડલના ગામમાં થતી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.આ વખતે મોરબીના ઘુંટું રોડ ઉપર ચાર રસ્તા પેટ્રોલ પંપની સામે આવેલ આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ દુકાનનું તાળું તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. તેમજ દુકાનમાં માલ સમાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. જેમાં આજે દુકાન માલીકે દુકાન ખોલતાની સાથે આ ચોરીની ઘટના સામે આવી હતી. આ બાબતની વેપારીએ પોલીસને જાણ કરી હતી.જો કે અંગે મોડેથી ફરિયાદ નોંધી હતી.

આ અગાઉ પણ આ દુકાનના ચોરીની ઘટના બની હતી. જેમાં ગત તા. 29 મેના રોજ પણ તસ્કરોએ આ દુકાનમાં હાથ માર્યો હતો. ત્યારે હવે બીજી વખત પણ ચોરી થઈ છે. આમ તસ્કરોએ 16 દિવસમાં બે વખત આ દુકાન તોડીને આશરે 40 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જો કે પ્રથમ વખત ચોરી ઘટના બાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બીજી વખત પણ ચોરી ઘટના બનતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...