કેદી પાસેથી મળ્યો મોબાઈલ:મોરબી શહેર સબ જેલમાં મોબાઈલ પહોંચ્યો, ફરજમાં રૂકાવટ કરતાં બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેર સબ જેલમાં ફરજમાં રૂકાવટ કરતાં બે ઇસમો વિરુદ્ધ સીટી એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બંને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઇલ ચાલું હાલતમાં મળ્યો
બનાવની મળતી વિગર મુજબ મોરબી સબ જેલના જેલ સહાયક ભરત અમુ ખાંભરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સબ જેલમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજાની તલાશી લેતાં તેની પાસેથી સેમસંગ (ગેલેકસી-એસ 10) મોબાઇલ ચાલું હાલતમાં મળી આવ્યો હતો. આ મોબાઇલ તેણે ગુપ્તાંગમાં છુપાવી રાખ્યો હતો. પોલીસ તપાસમાં મોબાઈલ મળી આવતાં આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થતી હતી.

IPC અને પ્રિઝન એક્ટ કલમ મુજબ ગુનોં
કાર્યવાહી દરમિયાન સુર્યદિપસિંહ રણજીતસીંહ જાડેજા ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસકર્મીઓને અપશબ્દ આપી ગેરવર્તન કર્યું હતું. પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી IPC કલમ 504,186,188,114 તથા પ્રિઝન એકટ કલમ 42,43,45 ની પેટા કલમ 12 મુજબ ગુનોં નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...