• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • MLA From Vankaner Honored By Various Organizations Of Raghuvanshi Samaj; By Achieving The Victory, The Entire Lohana Community Became Proud

જીતુ સોમાણીનું સન્માન:વાંકાનેરના ધારાસભ્યનું રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન; જીત હાંસલ કરીને સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વાંકાનેર-કુવાડવા 69 વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી, રામધામના સ્વપ્ન દ્રષ્ટા જીતુ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા હતા. ત્યારે 182 ધારાસભ્યોમાંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે.

ધારાસભ્ય જીતુ સોમાણીનુ સન્માન કરવામાં આવ્યુ
ત્યારે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામ ખાતે ધારાસભ્ય જીતુ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે રામધામ મુકામે પહોંચ્યા હતા. મોરબીમાં લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ સેવા મંડળ, જલારામ જન્મોત્સવ સમિતી, ખખ્ખર પરિવાર, સમસ્ત પોપટ પરિવાર સહીતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જીતુ સોમાણીનુ સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...