ફરિયાદ:જૂના દેવળિયામાં ખરીદી કરવા ગયેલી પરિણીતા 3 પુત્રી સાથે ગુમ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને બાળકો ગુમ થયાની જાણ થતાં પેરોલ પર છૂટેલો પતિ પણ ફરાર
  • પુત્રએ જ માતા, પિતા અને બહેનો ગાયબ થયાની પોલીસમાં ફરિયાદ કરી

હળવદના જૂના દેવળીયા ગામમાં રહેતી એક મહિલા તેની ત્રણ પુત્રી સાથે ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેનો પતિ તેને શોધવા નીકળ્યો હતો. જો કે તે પણ કલાકો બાદ ગુમ થઇ ગયો હતો. ગૂમ થયેલો પતિ પણ થોડા સમય પહેલાં જ જેલમાંથી પેરોલ પર છૂટયો હતો અને પેરોલ જંપ કરીને ફરાર થઈ ગયો હતો. કેદીને ફરી જેલમાં જવું ન પડે તે માટે તેની પત્ની અને ત્રણ સંતાન અગાઉથી જ આયોજન કરી ગુમ થયા હોવાની પણ શકયતા પ્રબળ બની છે.

જૂના દેવળીયા ગામે રહેતી સીમાબેન રાજેશભાઇ ભોરણીયા (ઉ.વ.39) નામની પરિણીતા તેની ત્રણ પુત્રીઓ તુલશી રાજેશભાઇ ભોરણીયા (ઉ.વ.17), હની રાજેશભાઇ ભોરણીયા (ઉ.વ.7) અને ડોલી રાજેશભાઇ ભોરણીયા (ઉ.વ.12)ને લઈ 4 વાગ્યાના અરસામા ઘરેથી ખરીદી કરવા જવાનુ કહી નીકળી ગઈ અને મોડે રાત સુધી પરત ફર્યા ન હતા બાદમાં આ ચારેયનો પત્તો લાગ્યો ન હતો.આ દરમિયાન ગુમ થનાર પરિણીતાનો પતિ રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા જેલમાં હોય અને તાજેતરમાં પેરોલ પર ઘરે આવ્યા હતા.

પરિવારજનોએ પરિણીતા અને તેની પુત્રીઓનું ગુમસુદા પોલીસમાં નોંધાવવાનું કહ્યું હતું. પણ પતિ રાજેશભાઇ ભોરણીયા પોલીસમાં જાહેરાત કરવાને બદલે પોતે જ પેરોલ જંપ કરી નાસી ગયો હતો. આથી, આ પરિવારના પુત્ર પ્રેમ ભોરણીયાએ માતા-પિતા અને ત્રણ બહેન ગુમ થયાની હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી હતી. પરિણીતા તેની પુત્રીઓ સાથે ગુમ થયા બાદ તેનો પતિ પણ ગુમ થઈ જતા આ આખા પરિવારની શોધખોળ કરવા હળવદ પોલીસ ધંધે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...