ફરિયાદ:મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરના પિતાની ફરિયાદ પરથી પોલીસ હરકતમાં

મોરબી શહેરની એક સગીરાને મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામના વતની અને રવાપર ગામમાં આવેલા બોની પાર્કમાં રહેતા શખ્સે લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે સગીરાના પરિવારજનોને જાણ થતાં ત મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. સગીરા સાથે યુવકે યેનકેન પ્રકારે સંબંધ વધારીને તેને લગ્ની લાલચ આપી બદઇરાદે શોષણ કરતાં અંતે તેનો ભાંડો ફુટ્યો હતો અને સગીરના પરિવારને આ બાબતે જાણ થઇ જતાં સગીરાના પિતાએ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો.

મોરબીના શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રવાપર બોનીપાર્ક વિસ્તારમાં રહેતા શખ્સે જયદીપ ઉર્ફે જય સુરેશભાઇ બારૈયાએ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી પોતાના ઘરેથી તેના મોટરસાયકલમાં બેસાડી લઇ જઇ તેણીની મરજી વિરુધ્ધ સગીર વયની હોવાનુ જાણવા છતા અવાર નવાર શરીર સંબંધ બાંધતા આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.વધુમાં આ દુષ્કર્મ અંગેની ફરિયાદમાં પોલીસે આરોપી જયદીપ ઉર્ફે જય વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...