કાંતિલાલ અમૃતિયાએ ફોર્મ ભર્યુ:મોરબીમાં સમર્થકોની વિશાળ રેલી સાથે ઉમેદવારી નોંધાવી, મંત્રી બ્રિજેશ મેરજા રહ્યા હાજર

મોરબી21 દિવસ પહેલા

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયાનું નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આજે કાંતિલાલ અમૃતિયાએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ આજે વિશાળ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, લાખાભાઈ જારીયા અને દશુભા ઝાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોરબીના ઉમા ટાઉનશીપ ખાતેથી મૌન રેલી સ્વરૂપે નીકળી તાલુકા સેવા સદન સુધી પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...