તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીના અર્બન હેલ્થ સેન્ટરમાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનની ઓચિંતી મુલાકાતમાં થયો ભાંડાફોડ

એક તરફ રાજય સરકાર કોરોનાની ત્રીજી લેહરના પહોંચી વળવા સક્ષમ હોવના મસમોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ હકિકત કંઈક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના નવ નિયુક્ત આરોગ્ય સમિતિના ચેરમેને લજાઈ ગામના આરોગ્ય કેન્દ્રમાં ઓચિંતી મુલાકાત લીધી હતી, તે વખતે તબીબો ચાલુ નોકરીએ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા.

હજુ આ ઘટનાને એક સપ્તાહ પણ નથી થયું ત્યાં મોરબી શહેરના લીલાપર નજીક આવેલ પરસોત્તમ ચોક અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી અને ચેકિંગ દરમિયાન આરોગ્ય કેન્દ્રની અનેક દવાઓ એક્સપાયરી ડેટ વાળી હોવા છતાં તેનો યોગ્ય નિકાલ ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું તેમજ કેન્દ્રમાં દવાના સ્ટોક માટેનું રજિસ્ટર પણ નિભાવવામાં ન આવ્યા હોવાનું સામે આવતા આરોગ્ય સમિતિના ચેરમેન ચોંકી ઊઠ્યા હતા.

લોકો પોતાનું આરોગ્ય સ્વસ્થ થાય તે માટે હેલ્થ સેન્ટરમાં જતા હોય છે જો કે અહીં દર્દીઓને આપવામાં આવતી દવા જ એક્સપાયરી ડેટ વીતી ગયા બાદની હોય તો દર્દી વધુ બીમાર થાય તો નવાઈ નહીં. આરોગ્ય વિભાગના કર્મીઓની બેદરકારી સામે આવતા આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેનને તાલુકા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા અરોગ્ય અધિકારી ડીડીઓ સહિતનાં અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

પ્રાથમિક તપાસમાં માત્ર ડ્રેસિંગને લગતી દવા એક્સપાયરી ડેટ વાળી મળી હતી
મોરબીના લીલાપર હેલ્થ સેન્ટરમાં મેં વિઝીટ કરી હતી, જેમાં પ્રાથમિક ચકાસણી કરતા મારી નજર એક કોઈ ઇજાગ્રસ્ત ગ્રસ્ત દર્દીના ઘા પર ડ્રેસિંગ માટે ઉપયોગમાં લેવાતા લિકવિડ એક્સપાયરી ડેટ વાળું મળ્યું હતું. તેની સાથે સાથે પીએચસી દવાની આવક અને જાવક અંગે રજિસ્ટર નિભાવવાનું હોય તે 2019થી રજિસ્ટર નિભાવવાનું બંધ હતું. ત્રીજા મહિનાથી ફરી શરૂ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પીએચસી સીએચસી કે અર્બન હેલ્થ સેન્ટરમાં સમયાંતરે તાલુકા હેલ્થ ઓફિસરે વિઝીટ કરવાની અને ચેક કરવાનું હોય છે જો કે આ કામગીરીમાં મેડિકલ ઓફિસર,ટીએચઓ શહિતના સ્ટાફની બેદરકારી સામે આવી છે હવે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી , ડીડીઓ તેમજ રાજય સરકારમાં આ અંગે લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી માટે જાણ કરીશું. - હીરાભાઈ ટમારીયા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન

અન્ય સમાચારો પણ છે...