તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખાતરના ભાવવધારા સામે પ્રચંડ વિરોધ, કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તાલુકા સરપંચ એસોસિએશનની કલેક્ટરને આક્રમક રજૂઆત

સ્થાનિક સ્વરાજય ચૂંટણી સમયે ખાતરમાં ભાવ વધારો થવાની ચર્ચાએ જોર પકડતા તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દાને લઈ સરકાર પર પ્રહાર કરતા જે તે સમયે સરકારે ભાવ વધારો કરવામાં નહિ આવે કોંગ્રેસ માત્ર આક્ષેપ જ કરે છે તેમ કહી વાત વાળી લીધી હતી જો કે ચૂંટણીના બે જ મહિનામાં રાસાયણિક ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારી અને બીજી તરફ કામ ધંધા બંધ પડેલા છે.

મોંધવારીમાં ખેડુતોની કમ્મર તોડી નાખે તેવો ભાવવધારો છે જેથી સરકાર ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે વાટાઘાટ કરીને રાસાયણીક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ છે અને જો રાસાયણિક ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ ભાવ વધારો પાછો ખેંચી શકે તેમ ન હોય તો સરકાર ખાતરના ભાવ વધારા જેટલી સબસીડી ખેડુતોને આપે કારણ કે અત્યારે ડિઝલના ભાવ પણ આસમાને આંબે એટલા ઉંચા છે

ખેડૂતોને પરવડે તેમ નથી જેથી આજે મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા ક્લેકટરને આવેદનપત્ર આપીને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિક ખાતરમાં થયેલા ભાવ વધારાને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભાવવધારો પાછો ન ખેંચાય તો સરકારનો કરાશે ઘેરાવ
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે રહેતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તેમજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ભાવેશભાઈ ભાષાએ રાજ્યપાલને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ની વાત કરવામાં આવી હતી જેના બદલે ખાતર ના ભાવ બમણા કરી દેવામાં આવ્યા છે. આઝાદી પછી ખાતરના ભાવ મોટામાં મોટો વધારો થયો છે. ખતરનાક ભાવ વધારાથી ખેડૂતો ઉપર રૂપિયા 1400 કરોડનું ભારણ વધશે અને સરકાર રૂપિયા 250 કરોડની વધારાની કમાણી કરશે સરકાર દ્વારા ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગામડે ગામડે ખેડૂતોને સાચી વાત જણાવી સરકારનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...