તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ખાટલે’ મોટી ખોટ:ટેસ્ટ માટે લાઇન લાગી પણ જિલ્લાના અનેક PHC, ધન્વંતરિ રથમાં કિટનો સ્ટોક ખલાસ

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય લક્ષણો સાથે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની મજબૂરી વેઠવી પડી રહી છે. છતા તંત્રનું સબસલામતનું ગાણું - Divya Bhaskar
સામાન્ય લક્ષણો સાથે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભવાની મજબૂરી વેઠવી પડી રહી છે. છતા તંત્રનું સબસલામતનું ગાણું
 • મોરબી જિલ્લા કલેક્ટરનો 15 હજાર કિટ ઉપલબ્ધ હોવાનો દાવો 24 કલાકમાં જ પોકળ સાબિત

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યું છે.અર્બન હેલ્થ સેન્ટ,કોવિડ હોસ્પિટલમાં તેમજ સિટી સ્કેન સેન્ટરમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેમ દર્દી દિવસે દિવસે વધતા જાય છે. મોરબીના 4 અર્બન હેલ્થ સેન્ટર તેમજ સીએચસી સેન્ટર તેમજ પીએચસીમાં ટેસ્ટ માટે દરરોજ મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા રહે છે.

જો કે પૂરતી ટેસ્ટ કીટ ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં 15000 જેટલી ટેસ્ટ કીટ હોવાનો અને હેલ્થ સેન્ટરમાં કિટની કોઈ અછત ન હોવાનો દાવો કર્યો હતો.જોકે કલેકટરના આ દાવાની પોલ બીજા દિવસે જ છતી થઈ રહી હોય તેમ મોરબીના લીલાપર પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી હેલ્થ સેન્ટરમાં દર્દીઓના ટેસ્ટ ન થતા નિરાશ થઈ પરત ફરવું પડ્યું હતું.

લીલાપર અને સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં સવારથી લાઇનમાં ઉભેલા દર્દીઓને થયા ધક્કા
મોટાભાગના PHCમાં 50 જ કિટ અપાય છે!

લીલાપર અર્બન હેલ્થ સેન્ટરમાં તો ડોકટર અને દર્દીઓ વચ્ચે રીતસર માથાકૂટ થઈ જતા ડોકટરને સેન્ટર છોડવાની ફરજ પડી હતી. જે બાદ પણ મામલો ગરમ રહેતા અંતે પોલીસ બોલાવવી પડી હતી અને મામલો શાંત કરાવ્યો હતો.મોટા ભાગના હેલ્થ સેન્ટરમાં માત્ર 50 જેટલી જ કીટ મળી હતી સામે મોટી સંખ્યામાં લોકો આવી પડતા હોય છે. અને તેના કારણે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે માથાકૂટ થવાની ઘટના સતત વધી રહી છે. જિલ્લા કલેક્ટર ભલે સબ સલામતના દાવા કરી રહ્યા હોય પણ જમીન પર જે સ્થિતિ જોવા મળી રહી છે તે કંઇક અલગ છે.

દિન પ્રતિદિન વધી રહેલા કેસ લોકોની ચિંતા વધારી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં કીટ અને દવાનો જથ્થો પૂરો પાડે તે જરૂરી બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારથી જ તંત્રએ આગોતરી તૈયારી કરી લેવાની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો