• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Man Beats Up Middle aged Man In Morbi Saying He Has To Give Money For Divorce; B Division Police Registered A Crime And Conducted An Investigation

છૂટાછેડા માટે પૈસા આપવા પડશે કહી હુમલો:મોરબીમાં છૂટાછેડા માટે પૈસા આપવા પડશે કહીને શખ્સે આધેડને માર માર્યો; બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના એલ.ઈ.કોલેજ રોડ પર એક ઇસમે આધેડને પત્ની સાથે છૂટાછેડા લેવા હોય તો પૈસા આપવા પડશે કહીને ગાળો આપી મારામારી કરી ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
મોરબીના એલ ઈ કોલેજ બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં ન્યુ હિલ હોસ્ટેલ બાજુમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. 09ના રોજ બપોરે તેઓ ચાલીને નટરાજ ફાટક વાળ કપાવવા જતા હતા. ત્યારે એલ ઈ કોલેજ બોયઝ હોસ્ટેલ ગેટ પાસે મજબુતસિંહ દિલુભા રાઠોડ ઉભો હતો. જેણે ફરિયાદી ઘનશ્યામસિંહ પાસે આવીને કહ્યું હતું કે તમારે પત્નીથી છૂટાછેડા જોતા હોય તો પૈસા આપવા પડશે. જેથી ફરિયાદી ઘનશ્યામસિંહે છૂટાછેડા બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે, જેથી પત્નીને પૈસા આપી છુટાછેડા આપવા નથી એમ કહ્યું હતું. જેથી પૈસા આપવા પડશે નહીતર છૂટાછેડા નહિ થાય કહીને આરોપી મજબુતસિંહ ગાળો આપવા લાગ્યો હતો. જ્યાં બોલાચાલી થતાં મજબુતસિંહે ઉશ્કેરાઈ જઈને લાકડાનો ધોકો લઈને બંને પગમાં માર મારતાં ફરિયાદીને ઈજા પહોંચી હતી. આ સિવાય બાદમાં ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. જેથી ફરિયાદીએ દેકારો કરતાં દીકરો હરપાલ આવી જતાં મજબુતસિહ ત્યાંથી જતો રહ્યો હતો. ફરિયાદીને બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...