તાંત્રિકવિધિ:મોરબી સિવિલમાં દર્દી માટે મામાએ દાણા નાખી અગરબત્તી કરતા ઓક્સિજનની પાઈપ સળગી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી સિવિલમાં શ્વાસ સંબંધી બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ બાળકીના મામાએ એવું કહીને તાંત્રિક વિધિ શરૂ કરી કે હું ભૂવો છું , અને આવું કરવાથી બીમારી ભાગી જશે. - Divya Bhaskar
મોરબી સિવિલમાં શ્વાસ સંબંધી બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ બાળકીના મામાએ એવું કહીને તાંત્રિક વિધિ શરૂ કરી કે હું ભૂવો છું , અને આવું કરવાથી બીમારી ભાગી જશે.
  • હોસ્પિટલમાં તાંત્રિકવિધિ કરતા શખ્સને વોર્ડબોયે ટપાર્યા તો બોલાચાલી કરી
  • વોર્ડમાં દાખલ ભાણેજને સાજી કરવા ગતકડાં કર્યા બાદ મામા પોબારાભણી ગયા
  • બીમારી દૂર કરવા દર્દીના મામાએ તાંત્રિકવિધિ કરી​​​​​​​

મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ પરપ્રાંતિય તરુણીના પરિવારજનોએ હોસ્પિટલના બિછાને અંધશ્રદ્ધાના કારણે તાંત્રિક વિધિ કરાવતા ઓક્સિજન સપ્લાયની પાઈપ સળગી ઉઠી હતી. જો કે સદનસીબે આગ વધુ ફેલાય તે પહેલાં જ હોસ્પિટલ સ્ટાફે કાબૂ મેળવી લીધો હતો. શ્વાસ સંબંધી બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ બાળકીના મામાએ એવું કહીને તાંત્રિક વિધિ શરૂ કરી કે હું ભૂવો છું , અને આવું કરવાથી બીમારી ભાગી જાય. વોર્ડ બોયે ટપારતાં બાળકીના મામા અને ભાઇએ તેની સાથે બોલાચાલી કરતાં થોડીવાર મામલો ગરમાયો હતો.

જો કે રબરની પાઇપ વધુ આગ પકડે તે પહેલાં સ્ટાફે અલગ કરી મોટી આગજની ટાળી હતી.મધ્ય પ્રદેશના વતની અને મોરબીના રફાળેશ્વર નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતાં પરિવારની દીકરી જ્યોતિ સીતારામ માલવીને શ્વાસની બીમારી થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જ્યોતિને હાલ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે સાંજે જ્યોતિના મામા આવ્યા હતા જે પોતે ભૂવા હોવાનું કહીને ત્યાં જ જ્યોતિના બેડ પાસે જ દાણા જોવાનું શરૂ કર્યું હતું અને ઓક્સિજન સપ્લાયની નળી પાસે અગરબત્તી સળગાવી હતી. હોસ્પિટલ સ્ટાફે આ બધું જોઇને આવું બધું કરવાની મનાઇ કહી હતી તો જયોતિનો ભાઈ તથા મામા માથાકૂટ પર ઉતરી આવ્યા હતા.

તે દરમ્યાન ઑક્સિજનની નળી હલતા અગરબત્તીને અડી ગઈ હતી અને સળગવા લાગી હતી. આગ જોઈને વોર્ડમાં દાખલ અન્ય ચાર દર્દીઓએ બૂમાબૂમ કરી નાસભાગ કરી મૂકી હતી. જેને લઇને હોસ્પિટલ સ્ટાફ દોડી ગયો હતો અને તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી આગ લાગતાં જ દર્દી જ્યોતિનો ભાઈ તથા મામા નાસી છૂટયા હતા. વોર્ડબોય અને અન્ય દર્દીઓને સમયસર જાણ થઇ જતાં મોટી આગજની અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...