આદેશ:મોરબી શહેરના મમુદાઢી હત્યા કેસમાં ફરાર ચાર આરોપીને કોર્ટમાં હાજર કરવા મેજિસ્ટ્રેટનો આદેશ

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 મહિના પહેલા ભક્તિનગર સર્કલ પાસે ફોર્ચ્યુનર ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કરી મુમુદાઢીનું ઢીમ ઢાળી દીધું હતું
  • આરોપીઓને વહેલી તકે સામે લાવવા માટે મોરબીની સ્પેશિયલ કોર્ટ દ્વારા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યંુ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફોર્ચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરિંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીનું મોત નિપજાવવાના કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીતના આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ આ કેસમાં કેસમાં નાસતા-ફરતાં 4 આરોપી વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટ દ્વારા હાજર થવા ફરમાન કરાયું છે.અદાલતે તાકીદ કરી છે કે ચકચારી એવા બનાવના અારોપીઓ હાથમાં ન આવે તે સમાજ માટે કે ન્યાય માટે યોગ્ય નથી જ.

મોરબી શહેરથી રાજકોટ જોડતા માર્ગ પર શનાળા બાયપાસ રોડ પર નવ મહીના પહેલા જાહેરમાં એક જૂથ દ્વારા બીજા જૂથ પર અંધાધૂંધ ફાયરીંગ કરી મમુદાઢીની હત્યા નીપજાવવામાં આવી હતી અને એ સમયે મોરબીમાં અંદરખાને ચાલતા ગેંગ વોરનો વરવો ચહેરો સામે આવ્યો હતો. આ બનાવમાં જેમા ફોર્ચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરિંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીનું ગંભીર ઇજાના પગલે મોત થયુ હતું. આ કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-13 આરોપી સામે હત્યા કાવતરું,આર્મ્સ એકટ અને જાહેર શાંતિ સુલેહભંગ કરવા ઉપરાંત ગુજસીટોક સહિત અલગ અલગ કલમ હેઠળ પણ ગુના નોંધાયા હતા.

શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા જિલ્લા પોલીસની આબરૂ પણ ધોવાઈ ગઈ હતી.આ ઘટના બાદ પોલીસે અલગ અલગ સમયે 18 આરોપીમાંથી 14 આરોપીઓની ધરપકડ કરી હતી બાદમાં તમામને કોર્ટના હુકમથી જેલ હવાલે કરાયા હતા.જો કે આ હત્યા કેસના આરોપીઓ આરીફ ગુલમામદભાઇ મીર મકસુદભાઇ ગફુરભાઇ સમા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર હજુ પણ પોલીસ પકડથી દુર છે અને આ કેસમાં નાસતા ફરતા હોય કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવ્યું છે. તેમ છતાં આ આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુનાના કામે ફરાર થયા છે અથવા વોરંટ પોતાના પર બજે નહી એટલા માટે સંતાતા ફરે છે.

વધુમાં ઉપરોક્ત ચારેય આરોપીઓને હાજર થવા માટે મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા સી.આર.પી.સી કલમ 70 મુજબનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા કલમ 82 અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...