તસ્કરોનું તરખાટ:મોરબીના પીપળી ગામ પાસે પેપર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી લાખોના મશીન અને સાધનોની ચોરી

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના પીપળી ગામ નજીક આવેલા પેપર ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં તસ્કરોએ સ્લીટીંગ મશીન અને તેના સાધનો સહિત રૂ.9.25 લાખના મુદામાલની તસ્કરી કરી હતી. આ સમગ્ર મામલે કારખાનાના માલિકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ નીતિન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર અરજણ ભેસદડિયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ પાર્ટનરશીપમાં વ્યવસાય કરે છે. પીપળી ગામની સીમમાં તેમનું શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલું છે. તેઓ પોતાના ભાગીદાર સાથે કારખાનું બંધ કરીને તેમના ગામે જવા નીકળ્યા હતા. અને તારીખ 8 જાન્યુઆરીના રોજ સવારના 09:00 વાગ્યાની આસપાસ બોલેરો ચાલક સુરેશ પટેલ દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે કારખાનાના શટરનો દરવાજો ખુલતો નથી. જેથી જીતેન્દ્રએ તેમના પાર્ટનરને પણ આ બાબતની જાણ કરી હતી અને બંને જ્યારે તેમના કારખાને પહોંચ્યા હતા. જે બાદ શટર ખોલીને જોયું તો તેમના કારખાનામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

જેમાં તપાસ કરતા રૂપિયા 8 લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન, રૂપિયા 25 હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા 1 લાખની કિંમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ રૂપિયા 9.25 લાખના મુદામાલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે તેમણે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...