તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:માળિયાના રાસંગપર નજીક મચ્છુ નદી પર 4.7 કરોડના ખર્ચે મચ્છુ-4 ડેમ બંધાશે

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાના માળિયા મિયાણા પંથક કૃષિ ક્ષેત્ર માટે અતિ મહત્વનો તાલુકો છે. આ તાલુકામાં દર વર્ષે હજારો હેકટરમાં ચોમાસુ પાક થાય છે. તેમાં પણ જો વરસાદ ખેંચાય કે દુષ્કાળ પડે તો આ તાલુકામાં મોટા પાયે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે. સિંચાઇની સગવડ મર્યાદિત હોવાથી ખૂબ ઓછા ગામના ખેડૂતો જ શિયાળુ અને ઉનાળુ પાક લઈ શકે છે. મચ્છુ 3 ડેમ યોજના થકી મોરબી અને માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ થકી પાણી આપવાની યોજના વર્ષો પહેલા બની છે પણ તેની અમલવારી કરવામાં આવી નથી જોકે સરકાર દ્વારા માળિયા તાલુકના છેવાડાના રાસંગપર ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદી પર રૂ.4.7 કરોડના ખર્ચે મચ્છુ 4 ડેમ બાંધવામાં આવશે અને સરકાર અને તેના હસ્તકના સિંચાઇ વિભાગ દવકર તાંત્રિક મંજૂરી આપી દેવામાં આવી છે.

આ ડેમનું નિર્માણ થવાથી ચોમાસામાં પાણી ભરાયા બાદ મચ્છુ 3 ડેમમાંથી છોડવામાં આવતા પાણીને રણમાં વહી જતા વરસાદી પાણીને અટકાવવા અને ખેતરમાં સિંચાઈ માટે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મચ્છુ 4 યોજનાને સરકાર તરફથી તાંત્રિક મંજૂરી પણ આપી દેવામાં આવી હોવાનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું અને મચ્છુ 4 ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી આસપાસના રાસંગપર,વીર વદરકા અને નવાગામ તેમજ નજીકના અન્ય ગામના કુલ 200 હેકટરથી વધુ ખેતીના પાકને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવશે.

નર્મદા કેનાલ સાફ કરવા સૂચના
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અપૂરતા વરસાદની સ્થિતિને ધ્યાને લઇ માળિયાની બ્રાન્ચ કેનાલમાં પાણી બે વાર પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડૂતોના પાકને બચાવી શકાય. આ સિવાય નર્મદા વિભાગના અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...