ડેમ ઓવરફ્લો થતાં તંત્ર સક્રિય:મચ્છુ-2 ડેમ 70% ભરાયો; 32 ગામોને એલર્ટ કરાયા; બંગાવડી ડેમ ઓવરફ્લો, નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યાં છે. મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ પણ 70% ભરાઈ જવા પામ્યો છે. ઉપરવાસની સતત પાણીની આવક થતાં નાગરીકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ ડેમ સાઈડ આવતાં 30થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

ડેમ સાઈડ આવતાં 30થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં
હાલ ડેમમાં 3472 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને પગલે મોરબી તાલુકાના અમરેલી, ભાડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જૂના સાદુળકા, લિલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર અને માળીયા તાલુકાના બહાદુરગઢ, દેસળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મીંયાણા, મેધપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગરને એલર્ટ કરવામાં આવ્યા છે.

બંગાવડી ડેમ ઓવરફ્લો, હેઠવાસના ગામોને એલર્ટ કરાયા
ટંકારા તાલુકાના બંગાવડી નજીક આવેલ બંગાવડી ડેમમાં ઉપરવાસ વરસાદથી નવા પાણીની ચિક્કાર આવક તથા ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમમાં કુલ સપાટીથી 0.03 0.03 ફૂટે પાણી વહી રહ્યું છે. જેથી હેઠવાસમાં આવતા ત્રણ ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે સિંચાઇ વિભાગ દ્વારા બંગાવડી, ટીબડી અને રસનાળ ગામના લોકોનો નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...